DU: છેડતીના આરોપી પ્રોફેસરની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના બવાનામાં દિલ્હી યુનિવર્સિટીના અદિતિ કોલેજમાં છેડતીના આરોપી એક પ્રોફેસરને પોલીસે ધરપકડ કરી લીધી છે. કોલેજની પ્રિસિંપાલ મમતા શર્માએ જણાવ્યું હતું કે આરોપી પ્રોફેસર કોલેજમાં એડહોક પર હતો. તેને તાત્કાલિક પ્રભાવથી તેને સર્વિસમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ મામલો 8 જાન્યુઆરીનો છે. કોલેજના એક પ્રોફેસરના વિરૂદ્ધ ફરિયાદ સામે આવી હતી કે તેણે એક છોકરી સાથે છેડતી કરી છે. આરોપી શિક્ષક વિરૂદ્ધ બીજી અન છોકરીઓ સાથે પણ ગેરવર્તણૂકના આરોપ લગાવ્યા છે. કોલેજમાં પોલીસ બોલાવવામાં આવી. 30 છોકરીઓના નિવેદન નોંધવામાં આવ્યા.

વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન
વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે ગેરવર્તણૂક અને છેડતીના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા બાદ પણ દિલ્હી પોલીસે ગત આઠ જાન્યુઆરીથી અત્યાર સુધી કેસ દાખલ કર્યો ન હતો. તેથી નારાજ હજારો છોકરીઓએ મંગળવારે મોરચો કાઢ્યો હતો. રસ્તા પર ઉતરી જોરદાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

You might also like