Categories: India

રાજકારણને લીધે જ રામ મંદિરનું નિર્માણ થઈ શકતું નથીઃ ભાગવત

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં થતા વિલંબ બદલ રાજકારણને જવાબદાર ગણાવતાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું છે કે હિંદુ અને મુસ્લિમ ધર્મને કારણે નહિ પરંતુ રાજનીતિને કારણે રામ મંદિરના નિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે હિંદુઓ માટે રામ જેવા કોઈ ભગવાન મહત્વના નથી. તેથી જો રામ મંદિરના નિર્માણ વચ્ચે આવતા રાજકારણને હટાવવામાં આવે તો રામ મંદિર બનવામાં કોઈ મુશ્કેલી આવે તેમ નથી. મહારાષ્ટ્રના સંત ગુલાબરાવજી મહારાજના જીવન શતાબ્દી વર્ષના પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં બોલતાં ભાગવતે આ મુજબ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે રામ મંદિરને લઈને સંઘની ગંભીરતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે. આ પ્રસંગે મોહન ભાગવતે એવા પ્રસ્તાવને ફગાવી દીધો હતો કે જેમાં અયોધ્યામાં રામ મંદિરની જગ્યાએ વિશ્વધર્મી માનવતા ભવન બનાવવાની માગણી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે હિંદુઓના દેશમાં રામના જન્મસ્થળ પર મંદિર બનવું જોઈએ. તેમાં કોઈને નીચા દર્શાવવાની વાત આવતી નથી. હિંદુ-મુસ્લિમોએ ક્યારેય ધર્મના આધારે કલહ કર્યો નથી.

આ કલહ માત્ર રાજકારણના કારણે જ ફેલાયો છે. જો આ બાબતમાંથી રાજકારણ વચ્ચેથી હટી જાય તો કોઈ સમસ્યા નહિ રહે. રામ બધાના હતા. અને રહેશે. હિંદુઓ માટે રામ બીજા કોઈ નથી. જેઓ ભારતમાં રહે છે તે હિંદુ છે. ભલે તેમની પૂજા પદ્ધતિ,ખાણીપીણી અને રહેણીકરણી અલગ અલગ હોય પરંતુ ભારતનું નામ હિંદુસ્તાન છે. તેથી અહિં રહેનારા તમામ હિંદુ અને ભારત માતાના પુત્ર છે અને તેમની પ્રતિષ્ઠા આ દેશ સાથે સંકળાયેલી છે. ભાગવતે એમ પણ જણાવ્યું હતું કે હિંદુઓને કર્મશકિત બતાવવાનો સમય હવે પાકી ગયો છે.

divyesh

Recent Posts

બિનાની સિમેન્ટનાં ટેક ઓવર માટે અલ્ટ્રાટેકનો પ્રસ્તાવ મંજૂર

નવી દિલ્હીઃ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી) દેવામાં ફસાયેલી કંપની બિનાની સિમેન્ટના ટેક ઓવર માટે આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક…

18 mins ago

શેરબજાર સામાન્યઃ સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ, રૂપિયો ૨૫ પૈસાનાં વધારા સાથે ખૂલ્યો ૭૨.૦૬ની સપાટીએ

શેરબજારમાં આજે શરૂઆત સામાન્ય રહી હતી. સેન્સેક્સ ૩.૭૬ પોઇન્ટ વધીને ૩૫,૧૪૫ પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ૪.૩ પોઇન્ટ વધીને ૧૦,૫૮૦…

32 mins ago

નોટબંધી બાદ પણ રિટર્ન નહીં ભરનાર ૮૦ હજાર લોકો પર બાજ નજર

નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ વિભાગ એવાં ૮૦ હજાર લોકોની તલાશમાં છે કે જેમણે નોટબંધી બાદ મોટી રકમ જમા કરાવી હતી અને…

47 mins ago

તામિલનાડુનાં કિનારે ૧૦૦ કિ.મી.ની ઝડપે ટકરાયું ‘ગાજા’ તોફાન, સ્કૂલ-કોલેજો બંધ-નૌસેના એલર્ટ

ચેન્નઈઃ હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર ચક્રવાતી તોફાન ‘ગાજા’ આજે સવારે તામિલનાડુનાં સમુદ્ર કિનારે ટકરાયું છે. આ દરમ્યાન ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની…

1 hour ago

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

19 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

19 hours ago