કરોડો રૂપિયાના ‘હસીન ફાર્મ’એ મોહંમદ શામીની દુનિયા ઉજાડી નાખી?

નવી દિલ્હીઃ ચાર વર્ષ પહેલાં મોહંમદ શામી અને હસીનજહાંએ પ્રેમની જે દુનિયા વસાવી હતી એ એક જ ઝટકામાં વિખેરાઈ ગઈ. આ સંબંધો તૂટવા પાછળનું એક મોટું કારણ કરોડો રૂપિયાની માર્કેટ વેલ્યૂ ધરાવતું ‘હસીન ફાર્મ’ છે. અમરોહામાં મોહંમદ શામીનું ૧૫૦ વિઘામાં ફેલાયેલું એક ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસની માર્કેટ વેલ્યૂની વાત કરવામાં આવે તો આઠથી દસ લાખ પ્રતિ વિઘાનો ભાવ છે.

આ હિસાબથી આ ફાર્મ હાઉસની કિંમત ૧૨થી ૧૫ કરોડ રૂપિયા થવા જાય છે. આ ફાર્મ હાઉસ હાઈવેની એકમદ નજીક છે. અમરોહા શામીનો ગૃહ જિલ્લો છે. પરિવારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફાર્મ હાઉસના નામમાં ભલે હસીનનું નામ જોડાયેલું હોય, પરંતુ સરકારી કાગળો પર હસીનજહાંનું ભાગીદારી એક રૂપિયાની પણ નથી અને આ જ પતિ-પત્ની વચ્ચેના િવવાદનું મોટું કારણ છે.

પરિવારનાં સૂત્રોએ દાવો કર્યો છે કે શમી અહીં સ્પોર્ટ્સ એકેડેમી ખોલવા ઇચ્છતો હતો. આ ફાર્મ હાઉસમાં હસીનજહાંને બિલકુલ પણ હિસ્સેદારી આપવામાં આવી નથી. હસીન અમરોહામાં પ્રોપર્ટીમાં રોકાણથી નારાજ હતી. હસીન ઇચ્છતી હતી કે જમીન-જાયદાદ કોલકાતા કે બંગાળના કોઈ હિસ્સામાં ખરીદવામાં આવે, જ્યાંથી તે આવે છે.

હસીનનો નવો આરોપઃ દક્ષિણ આફ્રિકાની મહિલા સાથે પણ શામીના સંબંધપત્ની હસીન જહાંએ ફરી એક વાર પતિ મોહંમદ શામી પર ગંભીર આરોપ લગાવ્યો છે. હસીને કહ્યું કે, ”શામીની એક ગર્લફ્રેન્ડ દક્ષિણ આફ્રિકામાં પણ છે. શમી જ્યારે આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમવા ગયો હતો ત્યાં પણ દક્ષિણ આફ્રિકાની એક મહિલા સાથે તેનો અફેર હતો.”

હસીને આ આરોપોની સાથે દક્ષિણ આફ્રિકાની મહિલા સાથે શામીની વોટ્સએપ ચેટ અને કેટલીક તસવીરો શેર કરી છે. જોકે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તે અંગે પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકશે.

શામીનો ફોન પોલીસે ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો
મોહંમદ શામી પર કાયદાકીય શિકંજો વધુ મજબૂત થતો દેખાઈ રહ્યો છે. ગઈ કાલે પોલીસે બીસીસીઆઇને પત્ર લખીને શામીના દક્ષિણ આફ્રિકાના પ્રવાસની સંપૂર્ણ વિગતો માગી છે, જ્યારે શામીનો એ ફોન પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે, જેના દ્વારા મહિલાઓ સાથે કહેવાતી ચેટિંગનો દાવો પત્ની હસીન જહાંએ કર્યો છે.

કોલકાતાના જોઇન્ટ પોલીસ કમિશનર પ્રવીણ ત્રિપાઠીએ આ અંગે જણાવ્યું કે જે મોબાઇલનો ઉલ્લેખ કરીને હસીનજહાંએ શામી પર આરોપ લગાવ્યા છે તે ફોન વિમેન ગ્રિવાન્સ સેલની ટીમે જપ્ત કરી લીધો છે. ફોનમાં હાજર ચેટિંગ, તસવીરો, વીડિયો વગેરેની સચ્ચાઈ જાણવા માટે ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.

You might also like