ભારતીય ખેલાડીઓ સાથે પાકિસ્તાની ફેન્સનું અયોગ્ય વર્તન

0 0

નવી દિલ્હી : ભારતીય ટીમને હરાવીને પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2017 પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. ત્યાર બાદ ખેલદિલી હેઠળ બંન્ને ટીમોએ આ મેચની રમતની જેમ જ લીધી અને મેચ બાદ અંદરો અંદર હસી મજાકનાં કેટલાક હળવો સમય પણ સાથે પસાર કર્યો હતો. જો કે જીતનું અંતિમ સત્ય માનીને કેટલાક પાકિસ્તાની ફએન્સે ભારતીય ખેલાડીઓની મજાક ઉડાવી હતી.

મેદાન પર મેચ બાદ પ્રેસન્ટેશન સેરેમની માટે બંન્ને ટીમો મેદાન પર હતી તો તમામ ખેલાડીઓ હળવા અંદાજમાં હતા. ત્યાર બાદ ભારતીય ટીમ જ્યારે પરત ડ્રેસિંગ રૂમની તરફ જઇ રહી હતી ત્યારે એક પાકિસ્તાની ફેને ભારતીય ખેલાડીઓ સાથે અયોગ્ય વર્તનનો પ્રયાસ કર્યો હતો. તે પાકિસ્તાની ફેને વિરાટ કોહલીને કહ્યું કે, અકડ ટુટી ગઇ કોહલી તારી…. અકટ ટુટી ગઇ.ફેન આટલે જ નહોતો અટક્યો ત્યાર બાદ ત્યાંથી પસાર થનારા ભારતીય ખેલાડીઓ પર નિશાન સાધ્યું હતું.

ત્યાથી રોહિત શર્મા, મોહમ્મદ શમી અને એમ.એસ ધોની પસાર થઇ રહ્યા હતા ત્યારે તેણે બુમો પાડીને પુછ્યુ કે, બાપ કોણ છે ? બાપા કોણ છે ? જો કે આ ફેનની અવળવાણી મોહમ્મદ શામીથી સહન નહોતી થઇ અને તે પાછો ફર્યો હતો. જો કે તે ટીપ્પણી કરનાર વ્યક્તિ પાસે પહોંચે તે પહેલા ધોનીએ તુરંત જ શમીને પડકીને ડ્રેસિંગ રૂમમાં પરત લઇ ગયો હતો.

https://www.facebook.com/TheWittySide/videos/1899466320308851/

loading...

Leave A Reply

Your email address will not be published.