RTIનો ખુલાસો, 24×7 કામ કરે છે PM મોદી

નવી દિલ્હીઃ મોદીના રૂપમાં દેશને એક એવા પ્રધાનમંત્રી પ્રાપ્ત થયા છે કે જે દિવસના 24 કલાક અને સપ્તાહના સાતે દિવસ કામ કરે છે. ક્યારે પણ આરામ નથી કરતા કે નથી ક્યારે તે રજા લેતા,  RTIમાં આ વાતનો ખુલાસો થયો છે. 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી પદની શપથ લેનારા પીએમ મોદીએ પોતાની જાતને પ્રધાન સેવક જાહેર કર્યા હતા. પ્રધાન સેવક કોઇ સંવૈધાનિક પદ નથી, કોઇ પદનામ નથી પરંતુ પીએમ મોદીએ સાબિત કરી બતાવ્યું છે કે પ્રધાન સેવકની જેમ કામ કરવાનું જે વચન તેમણે દેશને આપ્યું હતું તે તેમણે નિભાવ્યું છે. તેઓ પોતાના કામથી ક્યારે પણ થાક્યા નથી, નથી ક્યારે પણ કંટાળ્યા. બસ દેશની પ્રગતિ માટે અને દેશવાસીઓને સારૂ ભવિષ્ય આપી શકાય તે માટે તેઓ સતત કાર્યરત રહે છે.

26 મે 2014થી લઇને અત્યાર સુધી પીએમ મોદીએ એક પણ રજા લીધી નથી. RTI કાર્યકર્તાએ પીએમઓ પાસે દેશના પીએમની રજાના નિયમોની વિગત માંગી હતી. ત્યારે પીએમો તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે, પૂર્વ પ્રધાનમંત્રીઓની રજા અંગે વિગતો કાર્યલય પાસે ઉપલબ્ધ નથી. પરંતુ હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યા પછી એક પણ રજા લીધી નથી. પ્રધાનમંત્રી સતત કામ કરતા રહે છે.

મોદી પીએમ બન્યા પછી તેમના કામ સાથે તેમની દિનચર્યા અંગેની માહિતી પણ સામે આવતી હોય છે. પીએમ મોદીની દિનચર્યા ખૂબ જ ટાઇટ છે. તેમાં પણ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઇ તે દિવસ એટલે કે 28-29 સપ્ટેમ્બરની રાત્રે જ્યારે પોકમાં કામાન્ડો ઘૂસીને આતંકિયોનો સફાયો કરી રહ્યાં હતા. ત્યારે પીએમ મોદી જાગી રહ્યાં હતા. આખી રાત તેવો પાણી પીધા વગર બેઠા રહ્યા હતા. સવારે ઓપરેશન સફળ થયા બાદ તેમણે પાણી પીધુ હતું અને પછી તેઓ તેમના કામમાં જોડાઇ ગયા હતા.

દિવસના 24 કલાકમાંથી 18 કલાક તેઓ કામ કરે છે. તેઓ માત્ર 5 કલાકની જ ઉંઘ લે છે. સવારે પાંચ વાગે જાગી જાય છે. ત્યારથી તેમની દિનચર્યા શરૂ થઇ જાય છે. ગત વર્ષે જ્યારે ઓબામા ભારતની મુલાકાતે આવ્યાં હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે મોદી તેમના કરતાં પણ ઓછી ઉંઘ લઇ રહ્યાં છે.

You might also like