Photos: શા માટે મનીલામાં મોદીએ આ શર્ટ પહેર્યો? જાણો શું છે શર્ટની ખાસિયત?

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાના ડ્રેસના કારણે લઈને ચર્ચામાં રહ્યા છે. જો કે તેમના જેકેટ ખાસ કરીને ચર્ચામાં રહ્યા છે અને તે માર્કેટમાં પણ ખૂબ વેચાઈ રહ્યા છે.

ફિલિપાઈન્સ પહોંચેલા ભારતના વડાપ્રધાન એક નવા જ લુકમાં જોવા મળ્યા હતા. એપેક અને એસિયાન બેઠકમાં ભાગ લેવા પહોંચેલા મોદી સિવાયના અન્ય દેશના નેતાઓ પણ એક જ સરખા શર્ટમાં જોવા મળ્યા હતા.

જો વિશ્વના મોટા મોટા નેતાઓ એક જ ડ્રેસમાં જોવા મળે તો તે ડ્રેસમાં કંઈક તો ખાસ હશે જ. તો જવાબ છે હા, આ ખાસ પ્રકારના શર્ટનું નામ બરોંગ ગતાલોગ છે, જેને બરોંગ પણ કહેવામાં આવે છે. એમ્બ્રોયડરી કરેલો આ ખાસ શર્ટ છે, જેને ફિલિપાઈન્સનો નેશનલ ડ્રેસ કહેવામાં આવે છે.

એપેક સમિટ બાદ ગાલા ડિનર માટે ભેગા થયેલા તમામ નેતાઓ એક જ પ્રકારના ડ્રેસમાં જોવા મળ્યા હતા. તમામ નેતાઓએ ડિઝાઈનર શર્ટ પહેર્યો હતો. આસિયાનને 50 વર્ષ પૂરા થવાના પ્રસંગે આ સમિટ રાખવામાં આવી હતી.

આ શર્ટ વજનમાં ખૂબ હલકો હોય છે અને તેને પેન્ટની બહાર રાખીને જ પહેરવામાં આવે છે. જો કે આ ખાસ પ્રકારનો શર્ટ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસે પહેરે છે અને આ શર્ટને આટલી બધી લોકપ્રિયતા પણ તેમણે જ અપાવી છે.

You might also like