ઓબામાની અલવિદા બાદ મોદી બની જશે સોશિયલ મીડિયાના No. 1 લીડર

નવી દિલ્લી: બરાક ઓબામાએ શુક્રવાર રાત્રીના સાડા સાત વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પરથી હટતા નરેન્દ્ર મોદીના નામે મોટી પ્રસિદ્ધિ નોંધાઈ છે અને સોશિયલ મીડિયા પર નંબર 1 લીડર બની ગયા છે.

ફેસબુક, ટ્વીટર, યુટ્યુબ અને ગુગલ પ્લસ પર ફોલો કરવામાં આવતા ગ્લોબલ લીડર્સમાં મોદી બરાક ઓબામા પછી બીજા ક્રમે હતા. મોદી સરકારી યોજનાઓને આમ જનતા સુધી પહોંચાડવા માટે અને ગવર્નેન્સને સારું બનાવવા માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર ભાર આપવા માટે જાણીતા છે.

તેમણે સોશિયલ મીડિયા પર #Sandesh2Soldiers, #MyCleanIndia, #IncredibleIndia, #SelfieWithDaughter દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી છે. મોદીએ આ વાત પર ભાર આપતા સરકાર અને પાર્ટીના પ્રિતિનિધી સોશિયલ મીડિયા દ્વારા આમ લોકો વધુ સારી રીતે વાચસંવાદ કરી શકે છે.

You might also like