PM મોદીએ રાહુલની જપ્પી પરી સાધી ચૂટકી, આ તો ગળે જ પડી ગયા…

નવી દિલ્હી: ગઈ કાલે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ વડા પ્રધાન મોદીએ આજે શાહજહાંપુરમાં કિસાનોને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું સમય બદલાય ગયો છે, દેશ બદલાય ગયો છે. દેશના યુવાનોનો મિજાજ બદલાય ગયો છે.

પીએમ મોદીએ કહ્યું કે આજકાલ એક દળ નહીં દળની સાથે દળ, દળની સાથે દળ જોડાય રહ્યાં છે, જેના કારણે દળદળ થઇ જાય છે અને જેટલું વધારે દળદળ એટલું કમળ વધારે ખીલે છે. ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને વડા પ્રધાન મોદીએ વિવિધ જિલ્લાના પ્રવાસનું આયોજન કર્યું છે.

જેમાં તેમણે ગત જૂન માસના અંતમાં મગહર, અને ચાલુ માસમા આજમગઢ, વારાણસી અને મીરજાપુર બાદ આજે શાહજહાંપુરમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધન કર્યું. પીએમ મોદી બપોરે ૧૨-૩૦ કલાકે શાહજહાપુરમાં ઊતર્યા હતા. ત્યારે તેમના સ્વાગત માટે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ. ડે. મુખ્યપ્રઘાન કેશવ પ્રસાદ મૌર્ય કેબિનેટ અને જિલ્લાના પ્રભારી પ્રધાન લક્ષ્મીનારાયણ વગેરે હાજર રહ્યા હતા.

અમે દેશના દરેક ગામડાના ઘર સુધી વીજળી પહોંચાડવાનું કામ કર્યું. 70 વર્ષ સુધી તેઓએ રાજ કર્યું પરંતુ વીજળી ગામડા અને ઘર સુધી વીજળી પહોંચાડી શક્યા નહીં. પીએમ મોદીએ ખેડૂતોને સંબોધન કરતાં કહ્યું કે ખેડૂતો અમને આશીર્વાદ આપી રહ્યાં છે. થોડા દિવસ અગાઉ ખેડૂતો મળવા મને દિલ્હી આવ્યા હતા ત્યારે મે તેમને ભરોસો આપ્યો હતો કે શેરડી પકવતાં ખેડૂતોને થોડા સમયમાં ખુશખબર સાંભળવા મળશે અને તે વાયદો અમે પૂરો કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ…

 • ઉત્તર પ્રદેશમાં ત્રીજી કિસાન કલ્યાણ રેલીને સંબોધન
 • પીએમએ મોદી 6 જિલ્લાઓને કર્યું સબંધોન
 • શહીદોની નગરીમાં શાહજાંહપુરને પ્રણામ
 • ખેડુતોનો આશીર્વાદ મારી સાથે
 • શાહજાંહપુરમાં ખેડુતોનો વાયદો પુરો કરવા આવ્યો છું
 • ખેડુતો માટે કેટલાક લોકો ઘડિયાળી આંસુએ રડે છે
 • પીએમ મોદી કોગ્રેસ પર કર્યા પ્રહાર
 • ખેડુતોના નામે ઘડિયાળી આંસુ રડે છે
 • પહેલાની સરકારે ખેડુતોની ચિન્તા ન કરી
 • 5 કરોડ શેરડ઼ી પકાવતા ખેડુતો માટે નિર્ણય લીધો
 • ખેડુતોની આવકમાં વધારો થયો
 • અમને યુપીના ખેડુતોની ચિન્તા છે-પીએમ
 • કોંગ્રેસની નિયતમાં જ ખોટ છે-પીએમ
 • યોગી સરકારમાં વિકાસના કામોમાં વેગ આવ્યો
 • ગડબડી કરવાના તમામ રસ્તાઓ બંધ થયા
divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 hours ago