Categories: India

મોનસૂન સત્રમાં આક્રમક રણનીતિ સાથે GST બિલ રજૂ કરશે મોદી સરકાર

નવી દિલ્હી: મોદી સરકાર સંસદના મોનસૂન સત્રમાં જીએસટી બિલને રજૂ કરશે. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં સંખ્યા વધાર્યા બાદ વધતી જતી આશાઓ સાથે કેન્દ્ર સરકારે તેને સંસદમાં લઇને આવશે. એક કેન્દ્રીય મંત્રીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આપણે આ વખતે જીએસટી બિલને લઇને આક્રમક વલણ અપનાવીશું.

બિન કોંગ્રેસી સરકારવાળા રાજ્યોના સાંસદોને પણ આ મુદ્દે રાજ્યસભામાં સાથ મળવાની આશા છે. રાજ્યસભામાં ભાજપના નંબર વધી રહ્યાં છે. તો બીજી તરફ જીતીને આવેલા ત્રણ સ્વતંત્ર અને બિન કોંગ્રેસી ઉમેદવાર પણ ભાજપની સાથે ઉભા રહેવાના છે. હરિયાણામાં કોંગ્રેસના 14 વોટ રદ થવાનો લાભ પણ આવા ઉમેદવારોને મળ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પોતાની સરકારના દોઢ વર્ષ બાદથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બિલ માટે સતત કોંગ્રેસની મદદ મેળવવાનો પ્રયત્ન કરતા રહેશે. તેમછતાં સંસદમાં આ બિલ માટે વિપક્ષ અને ખાસકરીને કોંગ્રેસ રોડા નાખે છે. જીએસટી બિલ માટે માટે અમે બધા સંભવ સંસદીય માર્ગ શોધી રહ્યાં છીએ.

તેમણે કહ્યું કે અત્યારે કોંગ્રેસને જવાબ આપવાનો સમય છે. જીએસટીના મામલે અમે કોંગ્રેસને એક્સપોઝ કરીશું. તે કાં તો વ્હિપ કરી બિલ વિરૂદ્ધ વોટ કરવાનું કહેશે અથવા પછી પ્રદર્શન કરી કામ અટકાવવાનો પ્રયત્ન કરશે.

સરકારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તમિલનાડુના સીએમ જે જયલલિતા સતત જીએસટી બિલ વિરૂદ્ધ રહી, પરંતુ સરકારના પ્રયત્નો બાદ હવે તે આ મામલે સકારાત્મક વલણ કરવાના સંકેત આપ્યા છે.

admin

Recent Posts

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન…

4 mins ago

IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર…

17 mins ago

ખેડૂતો આનંદો…, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો

નર્મદા: મધ્યપ્રદેશનાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં એકાએક વધારો થયો છે. ઉપરવાસમાંથી 33249 ક્યુસેક પાણીની આવક…

2 hours ago

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન,”મને ભાજપમાં જોડાવાની મળી છે ઓફર”, પક્ષે વાતને નકારી

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરુને ભાજપ તરફથી ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.…

3 hours ago

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

5 hours ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

5 hours ago