Categories: India

નૈતિકતાનાં ધોરણોની રક્ષા કે ચારિત્ર્યહનનના ઈરાદા?

આપણાં દેશના રાજકારણમાં માથાં એટલા પ્રશ્નો છે, છતાં ઘણી વાર એવા ક્ષુલ્લક પ્રશ્નો હાવી થઈ જાય છે, જેમાં જનતાને તો લેવા-દેવા હોતી નથી, પરંતુ ઉચ્ચ સ્તરે થતા સામસામેના આક્ષેપોમાં જે રીતે સંસદનો, નેતાઓનો કે જાહેર સંસ્થાઓના સમયનો બગાડ થાય છે તેની કિંમત સરવાળે તો દેશ અને તેની જનતાને જ ભોગવવાની થાય છે. આવો જ એક પ્રશ્ન આજકાલ જોરશોરથી ચગી રહ્યો છે તે છે બોગસ ડિગ્રીનો મામલો.

સવાલ જ્યારે વર્તમાન વડા પ્રધાનને લગતો હોય ત્યારે નૈતિકતાના ધોરણે નિઃસંકોચ એની ચર્ચા કે તપાસ થવી જોઈએ, પરંતુ રાજકીય સ્તરે જે ચર્ચા જોવા મળી રહી છે તેમાં નૈતિકતાના આગ્રહનો માપદંડ હોવાના બદલે સત્તાની સાઠમારીનો ખેલ જ જોવા મળે છે.

આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના આક્ષેપોમાં ‘ભાજપ-કોંગ્રેસની મિલીભગતના આક્ષેપો ગળે ઊતરે તેવા નથી. ‘આપ’ના આક્ષેપો મુખ્યત્વે એ છે કે નરેન્દ્ર મોદીની બી.એ.ની તથા એમ.એ.ની ડિગ્રીમાં નામ જુદાં જુદાં છે. અલબત્ત, બી.એ.ની ડિગ્રીમાં ‘નરેન્દ્રકુમાર’ અને એમ.એ.ની ડિગ્રીમાં ‘નરેન્દ્ર’ લખ્યું છે. આ બદલાયેલા નામ માટે એફિડેવિટ કરી નથી. એક બાજુ ‘MODI’ લખાયું છે, બીજી બાજુ ‘MODY’ લખાયું છે ! સાલની બાબતમાં પણ એવો આક્ષેપ છે કે માર્કશીટમાં ૧૯૭૭ અને ડિગ્રી સર્ટિફિકેટમાં ૧૯૭૮ લખાયું છે.

આમ આદમી પાર્ટીએ જે સવાલો ઉઠાવ્યા છે તે ક્ષુલ્લક છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને ધ્યાને લઈએ તો ‘નરેન્દ્ર’ અને ‘નરેન્દ્રકુમાર’માં શું નૈતિક કે કાયદાકીય ગુનો બને છે, તે સમજાય એવું નથી. વળી એમાં એફિડેવિટની અનિવાર્યતા કયા કાયદામાં છે તે પણ જોવાવું જોઈએ. સ્પેલિંગમાં પણ એવું જ છે. ‘MODI’ અને ‘MODY’માં શું ષડ્યંત્ર આમ આદમી પાર્ટીને દેખાય છે તે સમજાય તેવું નથી. જ્યાં સુધી સાલને લાગેવળગે છે ત્યાં સુધી કોઈ ભૂલ પણ હોય તો યુનિવર્સિટીમાં તપાસ કરી શકાય છે.

આની સામે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અને કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ બચાવમાં મેદાને ઊતરવું પડ્યું, એ ‘આપ’ની સફળતા છે, પરંતુ જાહેરજીવનના સ્તરે દેશની કમનસીબી છે. ભાજપે સ્પષ્ટતા કરી કે વડા પ્રધાને ૧૯૭૮માં દિલ્હી યુનિ.માંથી બી.એ. અને ૧૯૮૩માં ગુજરાત યુનિ.માંથી એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેમણે આનાં પ્રમાણો પણ જાહેર કર્યાં છે.

કોંગ્રેસે ડહાપણબુદ્ધિ વાપરીને આવા ક્ષુલ્લક વિવાદમાં ઝંપલાવ્યું નથી અને નીતીશકુમારે તો જાહેરમાં કહ્યું પણ ખરું કે આ ‘નોન ઈશ્યૂ’ છે. એટલે આમ આદમી પાર્ટીએ આવા વિવાદને અગસ્તા વેસ્ટલેન્ડ સાથે જોડી દઈ ‘ભાજપ-કોંગ્રેસ’ના સેટિંગ જેવા ગપગોળા ચાલુ કરી દીધા છે, જે સામાન્ય માનવીને ગળે ઊતરે તેવા નથી.
સમગ્ર મામલે સત્ય જે હોય તે પરંતુ અહીંયાં ધ્યાને લેવાની બાબત એવી છે કે, બોગસ ડિગ્રીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, તેમાં સત્ય, અર્ધસત્ય કે અસત્ય છે, તે વ્યાપક રૂપે ફેલાયેલી ગેરરીતિઓનો હિસ્સો છે કે કેમ ? હજુ હમણાં જ કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયના એક અહેવાલમાં માહિતી પ્રાપ્ત થઈ છે કે દેશમાં કેટલીક યુનિવર્સિટીઓની માન્યતા રદ થઈ શકે તેવું છે. હવે જો યુનિવર્સિટીઓ બોગસ હોય તો તેની ડિગ્રીઓ પણ બોગસ ગણાય. ઉત્તરપ્રદેશ અને દિલ્હીની પાંચ-પાંચ યુનિવર્સિટીઓ તેમાં છે, વિદ્યાર્થીઓને આની જાણ ન હોય તેવું મોટાભાગના કિસ્સાઓમાં માની શકાય.

નરેન્દ્ર મોદીની પહેલાં ખુદ માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને ગુજરાતમાં વર્તમાન મંત્રીપદે આરૂઢ શંકર ચૌધરીની પણ ડિગ્રી અંગે વિવાદ ચગેલો. સમજવાનું એ પણ છે કે યુનિવર્સિટીની કચેરીઓમાં બેઠેલાઓ પણ સ્પેલિંગ ગમે તેમ લખતા હોય છે. લાઇસન્સ અને આધારકાર્ડ જેવા સરકારી પુરાવાઓમાં પણ લોકોનાં નામ ગમે તેમ લખાતાં હોય છે ત્યારે ‘MODI’ ને બદલે ‘MODY’ અને ‘નરેન્દ્ર’ અને ‘નરેન્દ્રકુમાર’માં આવો હોબાળો થાય છે, તેમાં દેશનું કયું હિત જોખમાય છે, તે સમજવા નવો અભ્યાસક્રમ આવે ત્યારે જ ખબર પડે! ડિગ્રી ઈરાદાપૂર્વક ષડ્યંત્ર કરીને ખોટી રીતે મેળવવામાં આવી હોય અને તેના પુરાવાઓ પ્રાપ્ત હોય તો હોબાળો કરવાને બદલે કાયદેસરની કાર્યવાહીના તમામ રસ્તાઓ ખુલ્લા છે અને તેના પર અમલ થવો જોઈએ અને ગુનો સાબિત થાય તો કાયદાનુસાર પગલાં પણ લેવાવાં જોઈએ.

જાહેરજીવનમાં નૈતિકતાનાં ધોરણોની પવિત્રતા અખંડ રહે તે માટેનો આગ્રહ અને આ પ્રકારના કિસ્સાઓમાં સત્ય બહાર લાવવાના પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ચારિત્ર્યહનનના ઈરાદાઓ અને અયોગ્ય માર્ગને સમર્થન આપ્યા વગર એ થાય તે ઇચ્છનીય છે.

સુધીર એસ. રાવલ

admin

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

16 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

17 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

17 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

19 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

20 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

21 hours ago