Categories: Gujarat

કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો દરેક વોર્ડમાં મોડેલ સ્કૂલ બનશે

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવશે તો દરેક વોર્ડમાં એક એક મોડેલ સ્કૂલ બનાવાશે તેમ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને શહેર કોંગ્રેસના ઈન્ચાર્જ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું. અમદાવાદ મહાન ગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસપક્ષના ચૂંટણી ઢંઢેરા અંગે સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરો તૈયાર છે પરંતુ દિવાળીના તહેવારો હોવાથી તેને રજૂ કરી શક્યા નથી. આગામી ચૂંટણીને સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સક્ષમ બનાવવા ઉપર ભાર મૂકાયો છે.

આવી સુવિધાઓને મોર્ડન આઉટલૂક અપાય તેવો કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રયાસ કરાશે.  તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ગટરના પ્રશ્નો, વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો, આરોગ્ય સુવિધાના પ્રશ્નો છે, આ સ્થિતિમાંથી માર્ગ કાઢવામાં આવશે. આ ઉપરાંંત આદર્શ શહેર કેવી રીતે બનાવાય તે માટેના પ્રયાસ કરાશે.  શહેરના દરેક વોર્ડમાં એક એક મોડેલ ઊભી કરવામાં આવશે. જેના કારણે દરેક વોર્ડના સામાન્ય અને પછાત વર્ગના લોકોના બાળકોના વિકાસ થાય તે માટેનો વિકલ્પ મળી રહે તે માટે આયોજન કરાશે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો એકાદ બે દિવસમાં જાહેર કરાશે. જ્યારે ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડીને તેનો અમલ કર્યો નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

4 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

4 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

5 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

5 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

5 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

5 hours ago