Categories: Business

GSTના મોડલ એક્ટમાં ક્યારે ટેક્સ ક્રેડિટ મળી શકશે નહીં?

અમદાવાદ: જીએસટીના મોડલ એક્ટમાં માલ અને સેવાઓ પ્રાપ્ત કરતા સમયે વેરો ચૂકવાયેલો હોય તો પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર રહેશે નહીં, જેમાં ખાસ કરીને કર્મચારીના પોતાના ઉપયોગ માટ આપવામાં આવેલી સવલતો જેવી કે કેટરિંગ, આરોગ્ય, કોસ્મેટિક, ક્લબની મેમ્બરશિપ, જીવન વીમો, હેલ્થ વીમો વગેરે સામેલ છે.

એટલું જ નહીં મોટર વિહિકલનો વેપાર કરતી હોય અને માલ કે મુસાફરોની હેરફેર કે પછી વિહિકલ ચલાવવાની સેવાનો ધંધો હોય તો મોટર વિહિકલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર રહેશે નહીં એટલું જ નહીં ઉચ્ચક વેરાનો લાભ લીધેલ વેપારી પાસેથી કરવામાં આવેલી ખરીદી, માલ અને સેવા કે જેનો ખાનગી અને વ્યક્તિગત ઉપયોગ થયેલો હોય, કેપિટલ ગુડ્સના વેપાર ઉપર ઇન્કમટેક્સ કાયદા ઉપર ડેપ્રિસિયેશનનો લાભ લીધેલો હોય ત્યાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. એટલું જ નહીં જે વેપારી માલ કે સેવા પર ચૂકવેલ વેરાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ માગવામાં આવતી હોય તો તેઓએ તેનું બિલ હોવું જરૂરી છે. માલ કે સેવા મળેલી હોવા જોઇએ.વેપારીએ સમયસર રિટર્ન ના ભર્યાં હોય તો તેઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે નહીં.

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કારોબારીએ ટેક્સની ક્રેડિટ લેવા માટે સમયસર રિટર્ન ભરવા પણ ખૂબ જ જરૂરી થઇ પડશે, જેમાં જો કોઇ પણ ખરીદનાર કે વેચનાર બેમાંથી કોઇ એક સમયસર ટેક્સ રિટર્ન નહીં ભરે તો કોસ્ટ વેરિફિકેશનમાં ટેક્સ ક્રેડિટ મેળવવી મુશ્કેલરૂપ સાબિત થઈ શકે છે.

Navin Sharma

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

15 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

15 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

16 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

17 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

17 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

18 hours ago