UPમાં બેરોજગારોને મોદી સરકારની વધુ એક ભેટ, આપ્યા 900 કરોડ

લખનૌઃ UPમા બેરોજગાર લોકોને કામ આપવા માટે મનરેગા દ્વારા એક વખત ફરી નાણાકીય વર્ષથી લગભગ 900 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે 2017-2018માં 18 કરોડ માનવ દિવસને મંજૂરી આપી છે. જે ગત વર્ષની સરખામણીમાં ત્રણ કરોડ માનવ દિવસ વધારે છે.

કેન્દ્ર સરકારના નાણા વર્ષ 2016-17માં 15 કરોડ માનવ દિવસ શ્રમ બજેટને મંજૂરી આપવામાં આવી હતી. જેના માટે લગભગ 4350 કરોડ રૂપિયા મળવા જોઇએ. પરંતુ કામના આધારે કેન્દ્ર અને પ્રદેશને 3,677.82 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. જે છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધારે રહ્યાં. જોકે કેંદ્રાશ અને ગત વર્ષની બાકી રકમ જોડીને મનરેગમાં 4,249.62 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. ચાલુ નાણાકિય વર્ષ માટે કેન્દ્રએ 18 કરોડ માનવ દિવસના શ્રમ બજેટને મંજૂરી આપી છે. જેના માટે તૈયાર કાર્ય યોજનાના હિસાબે કેન્દ્રને 5,250 કરોડ રૂપિયા આપવાના રહેશે. જે ગત નાણાકિય વર્ષ કરતા 900 કરોડ વધારે છે.

http://sambhaavnews.com/

You might also like