MLAએ હેમા માલિની બાદ સચિન તેંડુલકરને કબુતર ગણાવતા વિવાદ

અહેમદનગર : પ્રદર્શનની અનોખી પદ્ધતીઓ માટે સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રખ્યાત અપક્ષ ધારાસભ્ય બચ્ચૂ કડૂએ હેમા માલિકી બાદ હવે સચિન તેંડુલકરનાં મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. બચ્ચુએ સચિનને કબુતર ગણાવ્યો છે. ખેડૂત યાત્રા મુદ્દે અહેમદનગર પહોચેલા બચ્ચૂએ કહ્યું કે સચિનનાં રન તો દિલ્હીની ગલી ગલીનાં લોકો ગણે છે. ખેડૂત જીવનભર જે રન બનાવે છે તેને ગણનારા કોઇ નથી.

બચ્ચૂએ કહ્યું કે સચિનનાં રન ગણવાની કોઇ જરૂર નથી, તે કબુતર જીવે છે કે મરી ગયું કોઇ ફરક નથી પડતો ? ન બનાવો રન, અમારે શું લેવા દેવા. તેને આટલો માથે ચડાવવાનો કોઇ અર્થ નથી. એવું લાગે છે કે જાણે તે પાકિસ્તાન જીતીને આવ્યો હોય.અહીંથી છક્કો અને ત્યાંથી ચોક્કો વાગે છે તે તો કોઇ પણ વ્યક્તિ લગાવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નાંદેડમાં એક સભા દરમિયાન બચ્ચુએ કહ્યું હતું કે ખેડૂતોની વધારે આત્મહત્યા દારૂનાં કારણે થાય છે. પરંતુ તે બાબત ખોટી છે. હેમા માલિની રોજ બંપર દારૂ પીવે છે તેણે કેમ હજી સુધી આત્મહત્યા નથી કરી.

You might also like