GST મુદ્દે કાશ્મીર વિધાનસભામાં હોબાળો : માર્શલ સાથે મારામારી

શ્રીનગર : જીએસટ બિલનાં મુદ્દે મંગળવારે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં જોરદાર હોબાળો થયો. અપક્ષ ધારાસભ્ય એન્જિનિયર રાશિદે બિલ લાગુ કરવાનો વિરોધ કર્યો હતો. તે ભાજપનાં ધારાસભ્યો સાથે ધર્ષણમાં ઉતર્યા. વિપક્ષે રાશિદનું સમર્થન કર્યું. તેની પર સ્પીકરે માર્શલ્લસને બુમાબૂમ કરી રહેલા રાશિદને ગૃહની બહાર લઇ જવાનું કહ્યું હતું. પરંતુ રાશિદ અને વિપક્ષનાં સભ્યો માર્શલ્સ સાથે પણ ધર્ષણમાં ઉતર્યા.

આ ખેંચતાણમાં ગૃહનાં સ્ટાફ પૈકીનાં એક ઓફિશિયલ બેભાન થઇ ગયા. સમાચાર એજન્સી અનુસાર રાજ્યમાં જીએસટી લાગુ કરવાનાં મુદ્દે સરકારે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો. સવાર તેની ચર્ચા શરૂ થઇ.આ દરમિયાન એન્જિનિયર રાશિદે કાશ્મીર મુદ્દે પ્રસ્તાવ રજૂ કરવાની માંગ કરતા અનેકવાર ચર્ચામાં અડચણ ઉભી કરી. રાશિદે કહ્યું કે જમ્મુ કાશ્મીર વિવાદિત ક્ષેત્ર છે અને તેના મુદ્દે એક પ્રસ્તાવ પેન્ડિંગ છે.

આ અંગે પીડીપી ધારાસભ્ય જાવેદ હસન બેગ અને રાશિદની વચ્ચે બોલાબોલી થઇ. બેગે કહ્યું, સ્પીકર નબળા છે તેનાં કારણે તેઓએ તમને બોલવાની મંજૂરી આપી. વિપક્ષી પાર્ટીનેશનલ કોનફરન્સ અને કોંગ્રેસનાં ધારાસભ્યએ બેગ પર ચેરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો.

You might also like