VIDEO: અલ્પેશ ઠાકોરે રાધનપુરનાં એક ડાયરામાં કર્યો રૂપિયાનો વરસાદ

પાટણઃ ગરીબો અને પછાતવર્ગનાં મસીહા બનીને રાજકારણમાં જોડાયેલા એવાં અલ્પેશ ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રાધનપુરમાં યોજાયેલાં એક ડાયરામાં અલ્પેશ ઠાકોર કલાકાર ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ કરતાં જોવાં નજરે ચડ્યાં છે.

એક સમયે ગરીબોની વાતો કરીને ધારાસભ્ય બનેલા એવાં અલ્પેશ ઠાકોરે ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતાં તેઓ હાલ ચર્ચાનો વિષય બન્યાં છે.

મહત્વનું છે કે રાધનપુર બેઠકથી ધારાસભ્ય એવાં અલ્પેશ ઠાકોર રાધનપુરમાં જ યોજાયેલા એક ડાયરામાં તેઓએ કલાકાર ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. જેને લઇને તેઓનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

You might also like