OMG! MITના વિજ્ઞાનીઓએ વિશ્વનો સૌથી નાનો રોબોટ બનાવ્યો

નૈ‌નિતાલ: રોબોટિક્સના ક્ષેત્રમાં જે ગતિએ વિકાસ થઈ રહ્યો છે તેટલી જ ઝડપથી રોબોટ નાનો થઈ રહ્યો છે, જેમાં નેનોટેક્નોલોજીનો ઉપયોગ કરી વિજ્ઞાનીઓએ એવા સૂક્ષ્મ રોબોટની રચના કરી છે કે જેને નરી આંખથી જોઈ શકાતો નથી.

ત્યારે એમઆઈટીના વિજ્ઞાનીઓએ વિશ્વનો સૌથી નાનો રોબોટ બનાવ્યો છે અને એમઆઈટીના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે તેમણે અત્યાર સુધીના સૌથી નાના રોબોટની રચના કરી છે. આ રોબોટ બીમારીઓ પર વોચ રાખશે. માનવશરીર તેમજ તેલની પાઈપલાઈનમાં જઈ માહિતી મેળવશે તેવો પણ દાવો કર્યો છે.

આ રોબોટ માણસના એમ સેલ (અંડકોશિકા)ના આકારનો છે, જેમાં દ્વિઆયામી મટીરિયલ્સનો ઉપયોગ કરી તૈયાર કરેલી નાની ઈલેક્ટ્રોનિક સર્કિટ તેમાં લગાવવામાં આ‍વી છે. આ માટે કોલોઈડસ નામના કણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોલોઈડસ એવો અધુલનશીલ કણ અથવા અણુ હોય છે, જે પ્રવાહી અથવા હવાની ગેરહાજરીમાં પણ જોવા મળે છે. આ કણોની મદદથી અતિસૂક્ષ્મ અને જટિલ સર્કિટ તૈયાર કરવામાં ‍આવી છે.

આ રોબોટ અંગે વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે આ સર્કિટ માનવશરીરની અંદર જઈ બીમારીઓ પર ખાસ વોચ રાખી શકે છે. આ ઉપરાંત તે તેલની પાઈપલાઈનમાં જઈને માહિતી મેળવી શકે છે તેમજ નિરીક્ષણ પણ કરી શકે છે.

અમેરિકા ખાતેની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર માઈકલ સ્ટ્રાનો જણાવે છે કે અમે એક એવો ઉપાય શોધ્યો છે કે જેનાથી સમગ્ર રીતે તપાસ કરવામાં મદદ મળી શકે. વિજ્ઞાનીઓને કોલોઈડસ કણોની પસંદગી કરવાનો વિચાર ધૂળના કણ પરથી આવ્યો હતો તેનું મુખ્ય કારણ તે ખૂબ હલકો અને સૂક્ષ્મ હોય છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago