OMG! જાપાનનો એક ટાપુ જ એકાએક થઈ ગયો ગાયબ, સરકારે તેને શોધવાનું શરૂ કર્યું ઓપરેશન

 જાપાનમાં એક આખેઆખો ટાપુ ગાયબ થઇ ગયો હોવાની વાતથી સ્થાનિક સરકારે એનું રેસ્કયૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. એસાન્બે હનાકિતાકોજિમા જેવું જીભના લોચા વળી જાય એવું આ આઇલેેન્ડનું નામ છે.

ઉત્તર જાપાનના હોકઇડો વિસ્તારમાં આ ટાપુ હતો, પરંતુ કોસ્ટગાર્ડ અધિકારીઓને આશંકા છે કે હવા અને તોફાનના કારણે આખો ટાપુ નષ્ટ થઇ ગયો છે. આ દ્વીપ ૧પ૮ નિર્જન ટાપુઓમાંનો એક હતો. હજુ ર૦૧૪માં જ જાપાનની સરકારે એનું નામ પાડ્યું હતું.

સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય કાયદા અનુુસાર કોઇ દ્વીપને નામ ત્યારે જ આપી શકાય જ્યારે હાઇટાઇડ પછી પણ તેની સપાટી દરિયા પર જોવા મળતી હોય. જોકે આ ટાપુ અચાનક જ દરિયાની સપાટીથી ગાયબ થઇ ગયો છે એટલે કોસ્ટગાર્ડ દ્વારા એક સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ વિસ્તારમાં જહાજોની અવરજવર સુર‌િક્ષત રહે એ માટે પણ આ ટાપુ ક્યાં હતો અને હાલમાં પાણીની અંદર કેટલો ઊંડો છે એની તપાસ કરવી આવશ્યક છે.

You might also like