Canvas XP 4G: 7,499 રૂપિયામાં લોન્ચ થયો 3GB રેમ અને HD ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન

નવી દિલ્હી: સ્વદેશી કંપની માઇક્રોમેક્સે ભારતમાં કેનવાસ સીરીઝનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Canvas XP 4Gની કિંમત 7,499 રૂપિયા છે અને તેને બુધવારથી ઈ-કોમર્સ વેબસાઇટ સ્નેપડીલ પરથી ખરીદી શકાશે.

એન્ડ્રોઇડ 5.1 પર કામ કરનાર આ બજેટ સ્માર્ટફોન 4G LTE સપોર્ટ કરે છે અને તેમાં 3GB રેમ આપવામાં આવી છે. તેની સ્ક્રીન 5 ઇંચની એચડી છે અને તેમાં 1GHz ક્વાડકોર પ્રોસેસરની સાથે 16GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી તેની મેમરી વધારી શકાય છે.

બેસિક ફોટોગ્રાફી માટે તેમાં 8 મેગાપિક્સલનો રિયર ઓટોફોકસની સાથે 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. તેની બેટરી 2,000mAhની છે અને કનેક્ટિવિટી માટે તેમાં સ્ટાડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં 4G LTE સહિત 3G, વાઇફાઇ 802.11 b/g/n, બ્લ્યૂટૂથ અને જીપીએસ સામેલ છે.

કંપનીએ તાજેતરમાં જ Canvas 6 Pro લોન્ચ કર્યો છે. તેની કિંમત 13,999 રૂપિયા છે અને તેમાં 4GB રેમની સાથે Helio X10 પ્રોસેસર આપવામાં આવ્યું છે. બજારમાં આ બંને સ્માર્ટફોનને મોટોરોલા, લીનોવો અને શાઓમીના મિડ રેંજ સ્માર્ટફોન સામે ટક્કર મળશે.

You might also like