ગુજરાતમાં શનિવારથી અમુલ દૂધમાં રૂ.2નો કરાયો વધારો

અમદાવાદ: મોંધવારી સામે બાથ ભીડી રહેલી પ્રજાને ફરી એક વખત મોંઘવારીનો માર પડવા જઇ રહ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલનું માર્કેટિંગ કરે છે. તેમણે ચીઝ, બટર, ઘી, છાશ અને આઇસ્ક્રીમ જેવી ડેરી પ્રોડક્ટ પર ભાવ વધારો ઝીકી દીધો છે. ત્યારે હવે દૂધની કિંમતમાં પણ પ્રતિ લિટર બે રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરી છે. જ્યાં નવા ભાવ શનિવારથી લાગૂ થઇ જશે.

આ અંગે GCMMF ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ કહ્યું છે કે મે 2014 સુધી દૂધી સિવાયની દરેક ડેરી પ્રોડક્ટના ભાવ સ્થિર રહેતા હતા. છેલ્લાં બે ત્રણ મહિનામાં અમે બટર, ઘી, છાશ અને આઇસ્ક્રીમમાં ભાવ વધાર્યા છે. ખેડૂતોને વધારે કિંમત ચૂકવવી પડતી હોવાથી દૂધના ભાવમાં વધારો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં જૂન 2016માં દૂધની કિંમતમાં ભાવ વધારે પ્રતિલિટર 2 રૂપિયા કરાયો હતો. ત્યારે હવે ફરી કાલથી એટલે કે શનિવારથી પ્રતિ લિટર 2 રૂપિયા ભાવ વધારો થવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફેડરેશન અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ સ્લિમ એન્ડ ટ્રિમ, અમૂલ ટી સ્પેશિયલ અને અમૂલ કાઉ મિલ્કના નામથી છ અલગ-અલગ પ્રકારના દૂધનું વેચાણ કરે છે. ગુજરાતમાં 2006થી અત્યાર સુધી 22 વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

home

You might also like