CRPF હેડક્વાર્ટર પર હુમલાની કોશિષ નિષ્ફળ, સેના-આતંકીઓ વચ્ચે અથડામણ

જમ્મુના સુંઝવા આર્મી કેમ્પ પર હુમલા બાદ આતંકીઓએ સોમવારે સવારે શ્રીનગરના સીઆરપીએફ હેડકવાર્ટર પર હુમલો કરવાની કોશિષ કરવામાં આવી છે. સીઆરપીએફના જવાનોએ આ હુમલાને નાકામ બનાવી દીધો છે. હાલમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

સીઆરપીએફની ક્વિક રિએકશન ટીમ (QRT)ના કરન નગર વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ કરી દીધું છે. સેના દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં બંને આતંકીઓની શોધ કરવામાં આવી છે. હાલમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે શ્રીનગરમાં બે આતંકીઓ એકે-47 સાથે હતા, તેઓ આર્મી કેમ્પ તરફ આગળ વધી રહ્યા હતા. પરંતું સીઆરપીએફના જવાનોએ આતંકીઓને જોતાં જ ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગ શરૂ કરતાં બંને આતંકીઓ ભાગવામાં સફળ રહ્યાં હતા. જો કે સીઆરપીએફના જવાનો દ્વારા હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

આતંકીઓ દ્વારા કેમ્પ પર હુમલો કરવાની નિષ્ફળ કોશિષ આજરોજ સવારે 4.30 કલાકની આસપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રીનગરમાં હાલમાં ભારે હિમવર્ષા ચાલી રહી છે ત્યારે તેનો ફાયદો ઉઠાવી આતંકીઓ ઘૂષણખોરી કરી રહ્યાં છે. આતંકીઓએ આ નાકામ કોશિષ શ્રીનગરના એસએમએચએસ હોસ્પિટલ પાસેના આર્મી કેમ્પ પર કરી હતી.

હાલમાં થોડા સમય પહેલા જ આ હોસ્પિટલ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જ્યાંથી એક આતંકીને ભગાડી જવામાં સફળતા મળી હતી. આ હોસ્પિટલની બાજુમાં જ સીઆરપીએફની 23મી બટાલિયનનું હેડક્વાર્ટર છે.

You might also like