Categories: World

MIGRANT CRISIS: ઓસ્ટ્રિયા અને જર્મનીએ શરણાર્થીઓ માટે ખોલી બોર્ડર   

વિએના: ઓસ્ટ્રિયા અને જર્મનીએ શરણાર્થીઓ માટે પોતાના દેશની બોર્ડરો ખોલી દીધી છે. ઓસ્ટ્રિયાના ચાંસલર વર્નર ફેમેને શનિવારે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, ઓસ્ટ્રિયા અને જર્મની શરણાર્થીઓને પોતાના દેશમાં જગ્યા આપવા માટે રાજી થઈ ગયા છે. ત્યાર બાદ શરણાર્થીઓથી ભરેલી પહેલી બસ શનિવારે સવારે હંગરી અને ઓસ્ટ્રિયાના બોર્ડર પર પહોંચી હતી. 

શરણાર્થીઓની બસ જ્યારે વિએના રોડ તરફ આગળ વધી રહી હતી ત્યારે લોકલ વોલિન્ટિયર્સે પાણીની બોટલ અને ફ્રૂટ્સ આપ્યા હતા. શરણાર્થીઓને રહેવા માટે નવું સ્થાન મળતાં તેમના ચહેરા પર તેની ખુશી જોવા મળી રહી હતી. બસ જ્યારે બોર્ડર ચેકપોઇન્ટથી આગળ વધી ત્યારે શરણાર્થીઓએ થેન્ક્યુ ઓસ્ટ્રિયા કહીને જોર જોરથી બુમો પાડી હતી. નોંધનીય છે કે, સીરિયાના ત્રણ વર્ષના એલન કુર્દીની દર્દનાક તસવીર દુનિયાની સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વનું ધ્યાન શરણાર્થીઓ તેમજ તેમની સમસ્યાઓ તરફ ખેંચાયું છે.  

ઓસ્ટ્રિયાની પોલીસે જણાવ્યું કે, અહીંયા લગભગ 2000 શરણાર્થી પહોંચ્યાં છે. બર્ગેનલેંડના ચીફ પોલીસ ઓફિસર હૈંસ પીટર ડોસ્કોજિલે કહ્યું કે, અમારી સૌથી મોટી મુશ્કેલી એ છે કે હંગરી તમામ પ્રકારની તપાસ કર્યા બાદ પણ અમારી બસોને શરણાર્થીઓના વિસ્તારમાં લઇ જવાની મંજૂરી નથી આપી રહ્યું. જોકે અમે હંગેરીને એવી ઓફર પણ કરી છે કે તેઓ ટ્રેન દ્વારા શરણાર્થીઓને સીધા ઓસ્ટ્રિયા લઇ આવે. જેથી કરીને તેઓ શેલ્ટર સુધી પહોંચી જાય. જોકે કેટલાક નજરે જોનારાઓને અનુસાર ચાલતાં જ પશ્ચિમ યુરોપ જવા માટે નીકળી પડેલા શરણાર્થીઓની હિંમત દાદ માંગી લે તેવી છે.

admin

Recent Posts

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

32 mins ago

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લીધું છે. ત્રિપલ તલાકને ગુનાકીય શ્રેણીમાં લાવવા માટે…

1 hour ago

મારામાં આવેલા પરિવર્તનને લોકો સમજેઃ સની લિયોન

સની લિયોનની જિંદગી પર બનેલી વેબ સિરીઝ 'કરનજિત કૌર' ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેના બીજા ભાગને લઇને…

1 hour ago

ક્રૂડના આકાશે આંબતા ભાવ તથા રૂપિયાના ધોવાણથી ભારતનું અર્થતંત્ર ભીંસમાં

આપણો રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે તો બહુ દૂરના ભૂતકાળની વાત છે પણ અત્યારે રૂપિયો જે રીતે ગગડી રહ્યો…

2 hours ago

બેઅર ગ્રિલ્સ સાથે ‘વાઇલ્ડ’ બન્યો ફેડરરઃ માછલીની આંખ ખાધી

બર્ન (સ્વિટ્ઝર્લેન્ડ): વિશ્વ પ્રસિદ્ધ એડવેન્ચર લવર અને બેસ્ટ સેલર લેખક બેઅર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલ ઇન્ડિયા પર હવે 'રનિંગ વાઇલ્ડ વિથ…

2 hours ago

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર…

2 hours ago