Windows 10 ઓટોમેટિક અપડેટના બદલામાં મહિલાને આપ્યા 6.78 લાખ રૂપિયા

કેલિફોર્નિયા: માઇક્રોસોફ્ટ પોતાના નવા ઓપરેટિંગ સિસ્ટમ Windows 10ને બધા વિંડોઝ બેસ્ડ કોમ્યુટરમાં અપગ્રેડ કરવા માટે ખૂબ મુશ્કેલી વેઠી રહ્યું છે. તેના ઓટોમેટિક અપડેટથી ઘણા લોકો પરેશાન પણ છે. આવી જ એક મહિલા કેલિફોર્નિયાની છે જેમણે Windows 10 અપડેટને લઇને માઇક્રોસોફ્ટ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

એક અમેરિકન સમાચારના રિપોર્ટ મુજબ કેલિફોર્નિયામાં ટ્રાવેલ એજન્સી ચલાવનાર એક મહિલા ટેરી ગોલ્ડસ્ટેનને માઇક્રોસોફ્ટે 10,000 ડોલર ચૂકવ્યા છે. મહિલાએ જણાવ્યું હતું કે તેની પરમિશન વિના જ કોમ્યુટરમાં Windows 10 અપગ્રેડ થવાનું શરૂ થઇ ગયું જેથી તેનું ઘણું કામ બરાબર થયું નહી.

આ ઘટના બાદ તેમણે માઇક્રોસોફ્ટ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો અને તેમની જીત થઇ. તેણે દાવો કર્યો કે ઓટોમેટિક અપડેટના લીધે તેની કમાણીમાં ઘટાડો થયો છે અને કંપની તેનું વળતર ચૂકવે.

માઇક્રોસોફ્ટના નિવેદન અનુસાર કંપની આગળ થનાર કેસબાજીના ખર્ચથી બચવા માટે તેને આ કેસને રફા દફા કરી દીધો છે. હાલ એ સ્પષ્ટ નથી કે જો આગામી દિવસોમાં Widnwos 10 અપગ્રેડ સાથે જોડાયેલ કોઇ બીજો કેસ કરે છે તો કંપની શું કરશે.

You might also like