Yu નો આગામી ફ્લેગશિપ Yunicorn 19 મેએ થશે લોન્ચ

નવી દિલ્હી: માઇક્રોમેક્સની સહાયક કંપની Yu Televenturesએ આગામી ફ્લેગશિપ લોન્ચ માટે મીડિયા ઇન્વાઇટ્સ મોકલવાનું શરૂ કરી દીધું છે. આ નવા ફ્લેગ્શિપનું નામ Yu Yunicorn હશે અને કંપની આ સ્માર્ટફોન માટે મોટા દાવા કરી રહી છે.

થોડા દિવસો અગાઉ પરર્ફોમન્સ ટેસ્ટિંગ વેબસાઇટ ગીકબેંચ પર YU5530 નામ એક ડિવાઇસની ડિટેલ જોવા મળી હતી.

જો કે હાલના ફ્લેગશિપ Yu Yutopia માં Cyanogen OS છે, એટલા માટે હાલ એ સ્પષ્ટ નથી કે તેમાં સ્ટોક એન્ડ્રોઇડ હશે કે Cyanogen. આ સિવાય તેમાં ક્વોલકોમનું પ્રોસેસર અને 4GB રેમ આપવામાં આવી છે.

બજારમાં હાઇ એન્ડ સ્પેસિફિકેશનવાળા સ્માર્ટફોનની હારમાળ લાગી રહી છે. એવામાં મોબાઇલ કંપનીઓ હવે ફોનના સોફ્ટવેરમાં નવા ફિચર્સ આપી રહી છે જેથી આ બીજાથી અલગ તરી આવે. આ સ્માર્ટફોનના લોન્ચીંગ સાથે માઇક્રોમેક્સ પાસે એ પણ ચેલેન્જ હશે કે તે બીજા યૂજર ઇન્ટરફેસ આપવા માટે શું નવું કરે છે.

You might also like