Miએ ધમાકેદાર ફોન કર્યો લોંચ 

નવી દિલ્હી : શ્યોમીએ ખાસ ભારત માટે નવો સ્માર્ટ ફોન mi4i રજુ કર્યો છે. શ્યોમીના ગ્લોબર પ્રેસિડેન્ટે ફોનના લોન્ચિંગ દરમિયાન કહ્યું કે આ ફોન ભારતથી ઇન્સપાયર્ડ છે.આ ફોનને ખાસ ભારતીય યુઝરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ ફોનમાં યૂનીબોડી પોલિકાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોન 5 વિવિધ કલરમાં ઉતારવામાં આવ્યો છે. શ્યોમીના બીજા ફોનથી અલગ બ્લેક, વાઇટ, ઓરેન્જ, લાઇટ બ્લૂ અને પિંક કલરમાં રજુ કરવામાં આવશે. 

7.8 mmની લંબાઇ ધરાવતા આ ફોનનું વજન માત્ર 130 ગ્રામ છે. આ ફોનમાં બેક સોફ્ટ ટચ મેટ ફિનિશ છે. જેને એન્ટિ ગ્રીસ કોટિંગ કરવામાં આવ્યું છે. આ ફોનમાં 3120 mAhની જોઇન્ટ બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં ક્વિટ ચાર્જિંગનું ફિચર છે,જેનાં કારણે તમે એક કલાકમાં 40 % અને 3 કલાકમાં 100% સુધી બેટરી ચાર્જ કરી શકો છો. 

આ ફોનમાં 5 ઇન્ચની ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુંશન 1920*1080 પિક્સલ છે. 441 ppi પિક્સલ ડેન્ટીસિટી છે. તેમાં 178 ડિગ્રીનો વાઇડ વ્યૂઇંગ એંગલ છે અને ફુલ્લી લેમિનેટેડ OGS છે. કોર્નિંગ કોનકોર ડિસ્પ્લે છે જે ગોરિલ્લા ગ્લાસ 3 જેવુ જ પ્રોટેક્શન આપે છે. નવી સનલાઇટ ટેકનોલોજી ધરાવતો આ ફોન વાતાવરણ અનુસાર ઢળી જવા સક્ષમ છે. સુર્ય પ્રકાશમાં પણ આ ફોનની ડિસપ્લે ક્વોલિટી ખુબ જ સારી છે. 

ફોનમાં 13 મેગાપિક્સલનો કેમેરો છે. જેનો લેન્સ અપર્ચર F/2.0છે અને તેમાં ડ્યુલ ટોન ફ્લેશ આપવામાં આવી છે. ફોનમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. આ ફોનમાં સેલ્ફી માટે બ્યૂટીફાઇ ફીચર પણ છે. આ સોફ્ટવેર સેલ્ફી લેનાર વ્યક્તિની ઉંમર ઓળખીને તે અનુસાર ફિલ્ટર્સ લાગુ પાડે છે. 

તે ઉપરાંત ફોનમાં ઓક્ટાકોર ચિપ છે. જેમાં 4 કોર્સ 1.1 ગીગાહાર્ટ્ઝ પર અને 4.1.7 ગીગાહાર્ટઝ ક્લોક્ડ છે. આ ફોનમાં સેકન્ડ જનરેશન64 બિટ સ્નેપડ્રેગન 615 SOC છે. આ ફોનમાં લોલીપોપ પર બેઝ્ડ Miui 6 છે 

You might also like