Categories: Gujarat

થલતેજ મેટ્રો રેલ પ્રોજેકટઃ મોટાભાગના અસરગ્રસ્તોએ આર્થિક વળતર માગ્યું હોવાનો તંત્રનો દાવો

અમદાવાદ: કોર્પોરેશન દ્વારા તાજેતરમાં હેલ્મેટ સર્કલથી થલતેજ ગામ તળનો રસ્તો ૩૬ મીટર પહોળો કરવા થલતેજ રહીશોને ફરીથી નોટિસ ફટકારાઇ હતી. થલતેજ મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ તંત્ર આ રોડને પહોળો કરવા માગે છે. જોકે આ કાર્યવાહી ભારે વિવાદાસ્પદ બની છે. દરમિયાન સત્તાવાળાઓએ આજે એવો પણ દાવો કર્યો છે કે મોટાભાગના અસરગ્રસ્તો આર્થિક વળતરની માગણી કરી છે.

નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ૩૮૦ મિલકતને નોટિસ ફટકારતાં ફરીથી આ મામલો ગરમાયો છે. સ્થાનિક રહેવાસીઓ થલતેજ ગામ તળ વિસ્તારમાં જ મકાનની સામે મકાન અને દુકાનની સામે દુકાન માગી રહ્યા છે તેવો દાવો આ સમિતિનો છે. સમિતિના પ્રમુખ મૂકેશ પંચાલ કહે છે, ત્રીજો વિકલ્પ આર્થિક વળતરનો છે પરંતુ તેમાં તંત્ર બજારભાવ મુજબ વળતર ચૂકવવું પડશે. અમુક પાંચ દશ અસરગ્રસ્તોનો અપવાદ છોડતાં મોટાભાગના અસરગ્રસ્તો આર્થિક વળતરના લેશમાત્ર આગ્રહી નથી.

નવા પશ્ચિમ ઝોનના અધિકારી ચૈતન્ય શાહ એવો દાવો કરી રહ્યા છે કે આગામી તા.ર૬ જૂન સુધીમાં તંત્રની નોટિસ સંદર્ભમાં અસરગ્રસ્તો વાંધા સૂચનો રજૂ કરી શકતા હોઇ હજુ સુધી તંત્ર સમક્ષ કુલ ૩ર૦ વાંધા સૂચન આવ્યાં હોઇ મોટાભાગના અસરગ્રસ્તોએ આર્થિક વળતરની માગણી કરી છે! દરમિયાન એસ્ટેટ વિભાગ તમામ વાંધા સૂચનોનું સંકલન કરીને પોતાના અભિપ્રાય સાથે કમિશનર ડી.થારા સમક્ષ સમગ્ર બાબતને રજૂ કરશે કમિશનર તમામ મુદ્દાઓનો અભ્યાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આને લગતી દરખાસ્ત રજૂ કરશે. આ સમગ્ર પ્રક્રિયામાં સહેજેય એકાદ મહિનો નીકળી જશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી એસ્ટેટ વિભાગ આગળની કાર્યવાહી હાથ ધરશે. લાલાભાઇને પૂછતાં
તેઓ કહે છે, મેયર ગૌતમ શાહ સાથે આજકાલમાં બેઠક કરીને ચર્ચા કરીશ.

divyesh

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

8 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

8 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

9 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

11 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

12 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

12 hours ago