Metro diary: રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કની સાઈન બોર્ડની બત્તીઅો ગુલ

ઇન્ડો-જાપાન બિઝનેસ સમિટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખાતમુહૂર્ત માટે ૧૩ સપ્ટેમ્બરના રોજ આવી રહેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિંજો આબેની આગતા-સ્વાગત માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગળાડૂબ થઇ ગયેલ છે. શહેરના બ્રિજ, ઐતિહા‌િસક વારસા અને સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઊઠ્યાં છે ત્યારે નાગ‌િરકો માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રિવરફ્રન્ટ ફ્લાવર્સપાર્કના મુખ્ય દરવાજા પાસે લગાવેલ બોર્ડમાંની લાઇટો ઊડી ગઇ છે. મોડી રાતે ‘રિવરફ્રન્ટ ફલાવરપાર્ક’નું બોર્ડ રોશનીથી ઝળહળી ઊઠે છે ત્યારે છેલ્લા થોડાક સમયથી આ બોર્ડમાં કેટલીક લાઇટ બંધ થઇ ગઇ છે. અત્યારે માત્ર રોશનીથી ચમકતું‘ આર ફ્રન્ટ ફલાવર પાર્ક’ જ દેખાય છે. ગુજરાતી સાઇનબોર્ડની તમામ એલઇડી બંધ છે.

metro2સ્વર્ણિમ સંકુલમાં મહિલાઅોના વોશરૂમની અાવી છે હાલત!
કરોડોના ખર્ચે બનાવાયેલા ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-રના મહિલા વોશરૂમની હાલત જાહેર પબ્લિક વોશરૂમથી પણ બદતર છે. રાજ્ય કક્ષાના તમામ પ્રધાનો સ્વર્ણિમ સંકુલ-રમાં બેસે છે, જેમાં એક મહિલા પ્રધાનનો પણ સમાવેશ થાય છે. હજારો મહિલાઓ નાનાં-મોટાં કામ માટે સચિવાલય આવે ત્યારે વોશરૂમનો ઉપયોગ કરે છે, પરંતુ ત્રીજા માળે બનાવાયેલા બહારથી અદ્યતન દેખાતા વોશરૂમમાં સુવિધાના નામે મીડું છે. બંધ ફ્લશ વોટર ટેન્ક, ખુલ્લી છત, જેટ સ્પ્રે તૂટી ગયેલ અને ડ્રેનેજ લાઇનના પેસેજના દરવાજા ખુલ્લા છે. આવી અનેક સુવિધાના અભાવે મહિલાઓને ફર‌િજયાત અન્ય માળ પર જવા મજબૂર થવું પડે છે.

metro3બીઆરટીએસમાં અપાય છે હેન્ડરિટને ટિકિટ 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાખોના ખર્ચે નવી બીઆરટીએસ બસો એરપોર્ટ સુધીની શરૂ કરી છે, પરંતુ નવી બસોમાં મુસાફરોની સુવિધા માટે બસ સ્ટેન્ડ પર ટિકિટ માટે કાઉન્ટર બનાવવામાં આવ્યાં હતાં, પરંતુ મોટા ભાગનાં બસ સ્ટેન્ડ પરનાં કાઉન્ટર પર કમ્પ્યૂટર બંધ હોવાથી મેન્યુઅલ ટિકિટ લેવા માટે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે. બીઆરટીએસ સ્ટેન્ડમાં બે ટિકિટ કાઉન્ટરમાંથી એક જ કાઉન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે અને તેમાં પણ હાલમાં કાઉન્ટર પર કમ્પ્યૂટર બંધ હોવાથી ટિકિટ માટે તંત્રે નાનાં મશીન મૂક્યાં છે, જેના કારણે લોકોની લાઈન લાગે છે અને લાઈનમાં ઊભાં હોય તે દરમિયાન સિસ્ટમ બંધ થઇ જતાં ટિકિટ મુસાફરોને મળતી નથી તેમજ નાનાં મશીનો પણ બગડતાં મુસાફરોને હાથથી ટિકિટ લખીને આપવી પડે છે

metro4સફરજન અને દાડમ શાકભાજી કરતાં સસ્તાં
સામાન્ય રીતે ફળફળાદિ કરતાં શાકભાજીના ભાવ નીચા હોય છે, પરંતુ હાલ બજારમાં કેટલાંક શાકભાજીના ભાવ ફ્રૂટ કરતાં પણ વધી ગયા છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર બાજુથી દાડમની પુષ્કળ આવકના પગલે ૬૦ થી ૭૦ રૂપિયે કિલો દાડમ વેચાઇ રહ્યાં છે, જ્યારે હિમાચલ પ્રદેશમાંથી સફરજનની આવક મોટા પ્રમાણમાં હોવાથી છૂટકમાં સફરજન રૂ.૭૦ થી ૮૦ના ભાવે વેચાઇ રહ્યાં છે, જ્યારે તેની સામે કેટલાંક શાકભાજીના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે. ગવાર અને કંકોડા પ્રતિકિલોએ રૂ.૮૦થી ૧૦૦ના ભાવે વેચાઇ રહ્યાં છે. એ જ પ્રમાણે પરવળ પણ છૂટકમાં રૂ.૭૦ થી ૮૦એ કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. જ્યારે ચોળી સહિત કેટલાંક શાકભાજીના ભાવ પણ ઊંચા જોવા મળી રહ્યા છે, જોકે માર્કેટયાર્ડના વેપારીઓનું કહેવું છે કે ચોમાસા બાદ શાકભાજીની આવક ઘટી રહી છે. તેથી ભાવમાં વધારાની સ્થિતિનું સર્જન થયું છે.

You might also like