Categories: Gujarat

મેટ્રો ડાયરીઃ મેયર ઓફિસના લિફટ પેસેજમાં જ બત્તી ગુલ!

શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની ઓફિસ ખમાસા-દાણાપીઠ ખાતે આવેલા મ્યુનિ. મુખ્યાલયના નવા ‘સી’ બ્લોકના ત્રીજા માળે આવેલી છે. મેયર સાહેબની ઓફિસની બહારના મુલાકાતના સાંજના કલાકોમાં નાગરિકોનો જમાવડો જોવા મળતો હોય છે. મેયર ગૌતમ શાહ પણ મુલાકાતીઓની રજૂઆતને ન્યાય આપવાના પ્રયાસ કરે છે. મેયર ઓફિસમાં સાંજના સમયે તેમની ઉપસ્થિતિ લગભગ હોય જ છે. જોકે દીવા તળે અંધારુંની કહેવત પણ કોર્પોરેશનમાં લાગુ પડે છે. મેયર ઓફિસની બિલકુલ બાજુમાં બે લિફટની સુવિધા ઊભી કરાઇ છે. જેનો મેયર પણ ઉપયોગ કરે છે, પરંતુ ગામ આખ્ખામાં બત્તી કરનાર તંત્રની બલિહારીથી મેયર ઓફિસની લિફટ પેસેજમાં અંધકાર છવાઇ ગયો છે. કેમ કે લિફટ પેસેજની બત્તી ગુલ થઇ ગઇ છે. આ લિફટનો ઉપયોગ ખુદ લાઇટ વિભાગના અધિકારીઓ પણ કરતા હોય છે. આ મોટા અધિકારીઓ અહીં અંધકારમાં ઊતરીને મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ટોચના હોદ્દેદારોને મળવા પણ દોડી જાય છે. તેમ છતાં અધિકારીઓના મગજની બત્તી પણ હજુ સુધી ‘ગુલ’ છે!

સોનાના ભાવ ઘટ્યા છતાં હજુ મંદીઃ ઓર્ડરનાં પણ ફાંફાં!
૧૦ ગ્રામે રૂ.૧૩૦૦થી વધુનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો રૂ.૩પ૦૦થી વધુ તૂટ્યા છે. સ્થાનિક જ્વેલર્સ એવું માની રહ્યા હતા કે સોનાના ભાવ ઊંચા છે એટલે નવી ઘરાકીનો અભાવ છે. પરંતુ સોનાના ભાવમાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયા પછી પણ ઘરાકી તો દૂર દિવાળીના ઓર્ડર બુકિંગના પણ ફાંફાં છે. આવતી કાલે દશેરા છે. જ્યારે આગામી ર૩ ઓકટોબર દિવાળી પૂર્વે પુષ્ય નક્ષત્ર છે. સામાન્ય રીતે દિવાળી અને પુષ્ય નક્ષત્રની ખરીદીના ઓર્ડર બુકિંગ ત્રણ-ચાર સપ્તાહ અગાઉથી થઇ જતાં હોય છે, પરંતુ આ વખતે જ્વેલરી બજારમાં સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં તહેવારો પૂર્વે ઠંડોગાર માહોલ જોવા મળી રહ્યો છે તેવો મત માણેકચોક જ્વેલર્સ બજારના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

અહીં ટ્રાફિકના નિયમો નડતા નથી
શહેરના પોશ ગણાતા વિસ્તાર જોધપુર ચાર રસ્તા સેટેલાઇટ રોડ પર આમેય દિવસભર ટ્રાફિક ગીચ રહે છે. ટ્રાફિક પોલીસ સતત હાજર હોય છતાં ચાર રસ્તા પર નવા બની રહેલા બિલ્ડિંગ માટે આવતા મિક્ષ્ચર ડમ્પર બિન્ધાસ્ત રોંગ સાઇડ રસ્તો ક્રોસ કરીને ટ્રાફિકને અર્ધો કલાક જામ કરી દે છે. સામાન્ય સ્કૂટર ચાલક જો રોંગ સાઇડ નીકળે તો તરત જ ફરજ ભાન કરાવતી પોલીસ દિવસમાં આવી રીતે કેટલાય ડમ્પર ટ્રકને રોંગ સાઇડ જવા માટે અન દેખી કરી લે છે.

ગરબાની સાથે બિયરની પણ રમઝટ
નવરાત્રિમાં ખેલૈયાઓ શહેરમાં આવેલા પાર્ટી પ્લોટમાં વરસાદનાં વિધ્ન વચ્ચે રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. પરંતુ સાથે અમુક ખેલૈયા એસજી હાઇવે પર અંધારાનો લાભ લઇ ગાડીમાં બિન્દાસ્ત પણે બિયર પી અને રોડ ઉપર જ બિયરનાં ટીન ફેંકી દે છે. ઉપરની તસવીર તેનો બોલતો પુરાવો છે. ગરબાની રમઝટ સાથે સાથે ખેલૈયાઓ બિયરની પણ રમઝટ બોલાવતા હોય છે.

ટ્રાફિક કર્મીઓ માટે સર્કલ પર ટ્રફિક બૂથ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ તડકો છાંયો જોયા વગર દિવસ રાત રોડ પર ઊભા રહીને પોતાની ડ્યૂટી નિભાવે છે. શહેરના કેટલાક વિસ્તારમાં ટ્રાફિક પોલીસને બેસવા માટેનું બૂથ બનાવાયું છે. જેમાં તે બેસીને ટ્રાફિકનું નિયંત્રણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વિજય ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ, સી જી રોડ સર્કલ વચ્ચે ટ્રાફિક બૂથ બનાવાયું છે. જેમાં પોલીસ કર્મીઓ બેસીને ટ્રાફિકનું નિયંત્રણ કરી શકશે. આ બૂથમાં ટ્રાફિક જવાનોને બેસવા માટે વ્યવસ્થા કરાઈ છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago