મેથીના મુઠિયાને વધારે ચટાકેદાર બનાવો આ રીતે

સામગ્રી

250 ગ્રામ ઝીણી સમારેલી મેથી

200 ગ્રામ ઘઉંનો લોટ

100 ગ્રામ મકાઇનો લોટ

100 ગ્રામ ચણાનો લોટ

2-3 લીલા મરચાં

1 આદુનો ટૂંકડો

1 નાની ચમચી લાલ મરચાનો પાવડર

ચપટી હિંગ

અડધી ચમચી રાઇ જીરૂ

તેલ

મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં ઘઉં, ચણાનો લોટ અને મકાઇનો લોટ એક સાથે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં મીઠું, હિંગ, અને મોવણ માટે તેલ એડ કરીને બરોબર મિક્સ કરો. હવે મેથીને ધોઇને મેથી અને લાલ મરચું લોટમાં એડ કરો. આદુ અને લીલા મરચાંને અધકચરા પીસીને લોટમાં એડ કરો. હવે એક પેનને અડધા પાણીથી ભરી લો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેની ઉપર ચારણી રાખીને મુઠિયા જમાવી દો. મુઠિયા ઢાંકીને ચઠવા દો. ત્યાર બાદ તેને કટ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. રાઇ જીરૂ, તલ એડ કરી અને 1 કટ કરેલ લીલુ મરચુ મુઠિયામાં એડ કરો. ખાવામાં પૌષ્ટિક અને ઓછી ફેટના મુઠિયાને ચા કે ચટણી સાથે ખાવ.

 

You might also like