Met Gala 2018: ક્યા કારણોથી પ્રિયંકા-દિપીકાએ પસંદ કર્યો આવો ડ્રેસ?

વિશ્વના સૌથી પ્રસિદ્ધ ફેશન ઇવેન્ટ, મેટ ગાલા, જે ન્યૂ યોર્ક શહેરમાં યોજાય છે, 2018માં આ પ્રકારના લોકો જોવા મળ્યા હતા. સૌ પ્રથમ એવા લોકો છે જે થીમ ફોલો કરી રહ્યા હતા અને અન્ય લોકો જે પસંદ પ્રમાણે કપડા પહેરીને મેટ ગાલાના રેડ કાર્પેટ પર ગયા હતા. આ વખતે, આ ફંડરેઝર કાર્યક્રમમાં, બૉલીવુડની 2 એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરાના દેખાવને પ્રથમ દ્રષ્ટિએ અણગમો લાગે છે, જ્યારે દીપિકાનું આકર્ષક દેખાય છે. પરંતુ જો ‘બેસ્ટ ડ્રેસિંગ સેલિબ્ર્સ’ ની સૂચિ તૈયાર કરવામાં આવો તો તેમાં દીપિકાનો સમાવેશ કરવામાં આવશે નહીં પરંતુ પ્રિયંકાના નામનો સમાવેશ કરવામાં આવશે. આનું કારણ એ છે કે પ્રિયંકા ચોપરા આ ઈવેન્ટની થીમની ફોલો કરી રહી છે પરંતુ દીપિકા પાદુકોણએ થીમ ફોલો કરી ન હતી.

‘મેટ ગાલા 2018’ ની થીમ ‘હેવનલી બોડીઝ: ફૅશન એન્ડ કેથોલીક ઈમેજિનેશન’ તરીકે સેટ કરવામાં આવી હતી. આનો મતલબ કેવી રીતે કૅથોલિક પરંપરાએ ફેશનની દુનિયાને પ્રેરિત કરી છે. આ થીમને ધ્યાનમાં રાખીને બધાના પોશાક, મેક અપ અને એસેસરીઝમાં દેખાવી જોઈતી હતી. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણે ગુરાંગની ડિઝાઇનમાં દેખાઈ હતી. પ્રિયંકા ચોપડાએ આ વખતે પણ રાલ્ફ લોરેનના ગાઉનમાં દેખાઈ હતી.

પૉપ સ્ટાર રીહાન્નાએ આ ઈવેન્ટમાં કંઈક એવો ડ્રેસ પહેર્યો હતો કે જે કૅથલિક થીમનો હતો પણ આવો ડ્રેસ વેટિકન સિટીએ પણ ક્યારેય જોયો હશે નહીં. તે એક મહિલા પોપના પોશાકમાં જોવા મળી હતી. એક સફેદ રંગનો મીની-ડ્રેસ અને બાજુથી લાંબી સ્કર્ટમાળા પોશાકે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે પોતાના માથા પર એક ટોપી પણ પહેરી હતી, તે 1960ના દાયકાની મધ્યમાં પોપ પહેરતા હતા.

અમેરિકન અભિનેત્રી બ્લેક લાઇવલીએ લાઇમલાઈટ લૂટી હતી. વર્સાચેના આ લાંબા ગાઉનમાં તે ખુબ જ સુંદર લાગતી હતી જેમાં ગાઉનની બંને બાજુએ પારદર્શક ડિઝાઇન હતી. આ ડ્રેસ તૈયાર કરવા માટે ડિઝાઇનરોને 600થી વધુ કલાક લાગ્યા હતા.

Janki Banjara

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

12 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

13 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

14 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

15 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

16 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

17 hours ago