VIDEO: મહેસાણામાંથી નકલી મસાલો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

મહેસાણાઃ જિલ્લાનાં વિજાપુરમાંથી નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પુરવઠા વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને આ નકલી મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. વિજાપુરનાં ઉમિયા ગોડાઉનમાં આ નકલી મસાલા બનાવતી ફેક્ટરી ધમધમતી હતી.

જ્યાં ધાણાજીરૂ, હળદર અને મરચામાં કલર, લાકડાનો વેર અને પામોલિન તેલનું ભેળસેળ કરવામાં આવતું હતું. ફેક્ટરીમાંથી 2 હજાર કિલોથી પણ વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં કલર, લાકડાનો વેર અને પામોલિન તેલનો પણ જથ્થો જપ્ત કરાયો છે.

મહત્વનું છે કે હવે ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે આ ઋતુમાં હવે જરૂરી છે કે ખાવાની ચીજવસ્તુઓ કે અન્ય કોઇ પણ મસાલાઓ કે જે બિલકુલ સ્વચ્છ હોય તે જરૂરી છે. જેથી એવી સંભાવના બની શકે છે કે કદાચ આવામાં ક્યાંક તે ખરાબ નીકળવાની પણ શક્યતાઓ સેવાઇ શકે છે.

જેથી એવામાં મહેસાણામાં પુરવઠા વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને એક નકલી મસાલા બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. જેમાંથી કેટલોક નકલી જથ્થો પણ જપ્ત કર્યો છે.

You might also like