VIDEO: બહુચરાજીમાં એક યુવકને ઠાઠમાઠ કરવો પડ્યો ભારે, 2 યુવકોએ માર્યો ઢોર માર

મહેસાણાઃ શહેરનાં બહુચરાજીમાં એક યુવકને માર મારતો વીડિયો હાલ વાયરલ થયો છે. 2 યુવકો એક પીડિત યુવકને ઢોર માર મારી રહ્યાં છે. તે બંને યુવકોએ તે પીડિત યુવકને એક પછી એક ડંડા વરસાવી રહ્યાં છે. તેમજ ગડદા પાટુંનો પણ માર મારી રહ્યાં છે. એવામાં તે બંને યુવકો તે પીડિત યુવકને હાથ જોડવાં અંગેનું કહે છે અને તેને જબરદસ્તીથી પગે પણ લગાડે છે.

આ ઘટનામાં માર મારનાર બંને યુવકો રાજપૂત સમાજનાં હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે માર ખાનાર યુવક દલિત સમાજમાંથી હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ પીડિત યુવક દરબાર જેવા ઠાઠમાઠ કરીને ફરતો હોવાંથી બે યુવકે તેને જાહેરમાં ઢોર માર માર્યો હતો.

જો કે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને એક યુવકને માર મારવો એ કેટલો યોગ્ય છે. મહત્વનું છે કે હાલમાં તો આ વીડિયો પૂરજોશમાં વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પીડિત યુવકે ફરિયાદ પણ નોંધાવી છે કે નહીં તે અંગે કોઈ વિગતો તો મળી નથી. જો કે જ્ઞાતિનાં નામે મારપીટ કરનારાં આવાં શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી તો જરૂરી છે.

You might also like