VIDEO: મહેસાણાનાં કડીમાં પોલીસ ટીમ પર આરોપીનાં સાગરીતોએ કર્યો હુમલો

મહેસાણાઃ શહેરનાં કડીમાં પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી હતી. કડીનાં કસ્બા વિસ્તારમાં આરોપીને લઇને તપાસ માટે ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. લૂંટ કેસનાં આરોપી હનીફ જાડીને લઇને પોલીસ તપાસ અર્થે ગઇ હતી.

આરોપીનાં સાગરીતોએ પોલીસની ટીમ પર અચાનક જ હુમલો કર્યો હતો. સાગરીતોએ પોલીસની ટીમ પર પથ્થરમારો પણ કર્યો હતો. પથ્થરમારામાં DySP મંજીતા વણઝારા ઘાયલ થયાં હતાં. જેથી આ બનાવને લઇ પોલીસને વધુ કાફલો મંગાવવાની ફરજ પડી હતી.

મહેસાણાનાં કડીમાં પોલીસ ટીમ પર હુમલો
આરોપીને લઇ તપાસ માટે ગયેલ પોલીસ પર હુમલો
આરોપીનાં સાગરીતોએ પોલીસની ટીમ પર કર્યો હુમલો
પોલીસની ટીમ પર પથ્થરમારો પણ કરાયો
પથ્થરમારામાં DySP મંજીતા વણઝારા ઘાયલ
પોલીસને વધુ કાફલો મંગાવવાની ફરજ પડી

You might also like