EVMની જગ્યાએ બેલેટ પેપર પર થાય MCD ચૂંટણીઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીમાં આગામી એમસીડી ચૂંટણીમાં વોટિંગ ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરથી કરવામાં આવશે. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેલેટ પેપરમાં MCD ચૂંટણી કરવા અંગે મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં કેજરીવાલે મુખ્ય સચિવને કહ્યું છે કે તે દિલ્હી ચૂંટણી વિભાગે બેલેટ પેપરમાં ચૂંટણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ વખતની MCD ચૂંટણી ઇવીએમથી ન થવા જોઇએ.

આમ આદમી પાર્ટીએ પંજાબમાં હાર બાદ ઇવીએમ મશિન પર સવાલ ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું છે કે જો ઉત્તર પ્રદેશમાં નગર પાલિકા અને નગર પંચાયતમાં ચૂંટણી બેલેટ પેપર પર થઇ શકે છે તો દિલ્હીમાં પણ નગર નિગમ ચૂંટણી બેલેટ પેપરમાં થવી જોઇએ. ઇવીએમમાં ગળબળી હોવાનો કેજરીવાલ દાવો કરી રહ્યાં છે. દિલ્હી સરકારે નગર ચૂંટણીમાં ઇવીએમનું રિસ્ક ન લેવાનું અને બેલેટ પેપરથી જ ચૂંટણી કરવા પર ભાર મૂક્યો છે.

આમ આદમી પાર્ટીએ પહેલા યૂપી ચૂંટણીમાં નેતાજી બાદ બાસપા પ્રમુખ માયાવતી અને અખિલેશ યાદવ તરફથી ઇવીએમ મશીનમાં બળબળીના આરોપ લગાવ્યા હતા. સાથે જ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અજય કામને  પણ અરવિંદ કેજરીવાલને ઇવીએમની જગ્યાએ બેલેટ પેપર દ્વારા એમસીડી ચૂંટણી થાય તે અંગે અપિલ કરી હતી.

http://sambhaavnews.com/

You might also like