Categories: India

BSP સુપ્રીમો માયાવતીએ આપ્યું રાજીનામું

નવી દિલ્હી: બસુપા સુપ્રીમો માયાવતીએ રાજ્યસભાની સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. માયાવતી રાજ્યસભામાં બોલવાની પરવાનગી ન મળવાથી ગુસ્સે હતા. બોલવાની પરમિશન ન મળતાં ભડકેલા માયાવતીએ રાજીનામાની ધમકી આપતાં સદનમાંથી વોકઆઉટ કરી દીધું હતું.

માયાવતી જ્યારે રાજીનામું આપવા રાજ્યસભા ચેરમેનની ઓફિસ પહોંચી તો એમની પાછળ રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લા પણ પહોંચી ગયા હતા. પોતાની પાર્ટીના રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા પણ માયાની પાછળ ઓફિસ પહોંચી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે બધા સાંસદોએ માયાવતીને રાજીનામું આપતાં રોક્યા, પરંતુ એ માન્યા નહીં અને પોતાના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું.

હકીકતમાં, સોમવારે જેવી રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ, ત્યારબાદ માયાવતીએ સહારનપુરમાં દલિતો પર અત્યાચારનો મુદ્દો ઉછાવ્યો, માયાવતી સતત આ બાબત પર યૂપીની યોગી સરકારનો ઘેરાવો કરી રહી હતી, પરંતુ ચેરમેને એમને સમય પૂરો થવાની દલીલ આપતા બેસવા માટેનો આગ્રહ કર્યો હતો. જો કે ત્યારબાદ માયાવતી સતત બોલવા માટે પરમિશન માંગતી રહી, પરંતુ ચેરમેનએ એમને પરમિશન આપી નહી. આ વચ્ચે માયાલતી ભડકી ગઇ અને સદનમાંથી રાજીનામું આપવાની ધમકી આપીને વોકઆઉટ કરી દીઘું.

માયાવતીએ કહ્યું કે મને માત્ર ત્રણ મીનિટનો સમય આપવામાં આવ્યો હતો, મારા મહત્વના મુદ્દા પર મારી વાત સાંભળવામાં કેમ આવી નહીં. નકવીએ કહ્યું કે માયા કોઇ સમાજની વાત મૂકી રહી નથી માત્ર રાજકારણ કરી રહી છે.

બીજી બાજુ કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદે માયાવતીનું સમર્થન કર્યું અને એમના સમર્થનમાં પાર્ટીના દરેક
સભ્યોને સદનમાંથી વોકઆઉટ કરી દીધું હતું.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago