IS બ્રિટન અને થાઈલેન્ડમાં મોટા હ‌ુમલા કરવાની ફિરાકમાં

લંડન: આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ બ્રિટન અને થાઈલેન્ડમાં મોટા હુમલા કરવાની ફિરાકમાં છે. અમેરિકન સુરક્ષા નિષ્ણાત પોલ ક્રુકશોન્કે આ હુમલામાં બ્રિટનને આગામી નિશાન ગણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર બ્રિટનમાં પેદા થયેલા સૈનિકોને આઈઅેસે સ્વદેશ પરત ફરવા અને ત્યાં થોડા જ સમયમાં પેરિસ જેવા હ‌ુમલા કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે રશિયાની સુરક્ષા અેજન્સીઅે ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન થાઈલેન્ડમાં મોટા હુમલા થાય તેવી ચેતવણી આપી છે.

બીજી તરફ રશિયાઅે અેવી ચેતવણી આપી છે કે આઈઅેસ સાથે સંકળાયેલા ૧૦ સિરિયાઈ આતંકવાદી થાઈલેન્ડમાં પ્રવેશી ચુક્યા છે. તેમનાં નિશાન પર રશિયન નાગરિકો અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ છે. રશિયાઅે વધુમાં જણાવ્યું છે કે ગત ૧૫ થી ૩૧ ઓકટોબર વચ્ચે થાઈલેન્ડમાં ૧૦ સિરિયાઈ આતંકવાદી પ્રવેશી ચુકયા છે. આ આતંકવાદીઓ અલગ અલગ રીતે પ્રવેશ્યા છે. જેમાં ચાર લોકો પટ્ટાયા, બે ફુકેટ, બે બેંગકોક અને બે અન્ય અજાણ્યા સ્થળે પ્રવેશ્યા છે. થાઈલેન્ડની વિશેષ શાખા તરફથી સુરક્ષા અેજન્સીઓને મોકલવામાં આવેલો ખાનગી પત્ર સોશિયલ મીડિયામાં લીક થઈ ગયા બાદ આ માહિતી બહાર આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાતાલ અને નવા વર્ષની રજાઓ મનાવવા રશિયા સહિત અન્ય દેશોના પર્યટકો થાઈલેન્ડ જતા હોય છે.

ગત સપ્ટેમ્બરના અંતમાં સિરિયામાં હવાઈ હુમલા બાદ રશિયા આઈઅેસના નિશાન પર છે. ઓકટોબરમાં આતંકવાદી સંગઠને મિસરમાં રશિયાના અેક યાત્રી વિમાનને તોડી પાડ્યું હતુ. બીજી તરફ સિરિયામાં આઈઅેસના અડ્ડા પર હુમલા કરનારા બ્રિટન પર પણ ગમે ત્યારે મોટો હુમલો થવાનો ખતરો છે. અેવું પણ જાણવા મળે છે કે આઈઅેસ આગામી સમયમાં હવે ઈંગ્લેન્ડને નિશાન બનાવવા માગે છે. અને તે માટે સિરિયા અને ઈરાકમાં સક્રિય રહેલા બ્રિટનના સૈનિકોને ઝડપથી સ્વદેશ પરત ફરવા જણાવવામાં આવ્યું છે. આઈઅેસ સાથે ૮૦૦ બ્રિટિશ નાગરિકો જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે. ગુપ્તચર સંસ્થાના જણાવ્યા અનુસાર તેમાંથી ૪૦૦ સ્વદેશ પરત આવી ગયા છે. તેથી ભવિષ્યમાં હુમલો થવાનો ખતરો છે.

જર્મનીઅે IS સામે સેના કામગીરીની મંજૂરી આપી
જર્મનીની સંસદે સિરિયામાં આઈઅેસ વિરુદ્ધ સેનાને કાર્યવાહી કરવા મંજૂરી આપી દીધી છે. સંસદની મંજૂરી મળતાં જ જર્મની તરફથી યુદ્ધ વિમાન, સબમરિન અને લગભગ ૧૨૦૦ સૈનિકોને તૈનાત કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

You might also like