આ છે ભારતનું સૌથી ખૂબસુંદર ગામ, PM મોદીએ કરી હતી પ્રશંસા

સૌથી વધારે લોકો ગામડાની મુલાકાત લેવાનું ઇચ્છતા નથી, તેમને લાગે છે કે ગામડામાં તો કાંઇ ફરવા જવાય ? જો તમને પણ એવું લાગતું હોય તો શિલોંગની પાસે આવેલ માવલિનનાંગ ગામ છે જેની ખાસિયત જાણશો તો ત્યાં એકવાર અવશ્ય ફરવા જવા અંગેનું વિચારશો. બીજુ એ પણ છે કે આ ગામમાં સૌથી વધારે વિદેશી પર્યટકો આવે છે. તમને જાણી આશ્ચર્ય થશે કે એશિયામાં સૌથી વધારે સાફ-સફાઇ તરીકેના ગામડાનો ખિતાબ 2003 ભારતના શિલોંગ પાસેના માવલિનનાંગ ગામને મળ્યો છે. આ ગામનું એક બીજું પણ નામ છે – ભગવાનનો પોતાનો બગીચો (God’s own garden). આ ગામની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરી ચૂક્યાં છે.

બીજા ગામ કરતાં અલગ છે આ ગામ…
ઉત્તર પૂર્વના આ નાના ગામ જો તમે પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ લઇ જવાનું વિચારો છો તો ચેતી જ્જો કારણે આ ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. અહીંના લોકો સાફ-સફાઇ માટે પ્રશાસન પર આધાર રાખતા નથી પરંતુ ગામની સફાઇ જાતે જ કરી લે છે. માલવિનનાંગ ગામ ગયા બાદ તમને લાગશે કે અહીંના લોકો સાફ-સફાઇ સિવાય બીજું કોઇ કામન કરતા નથી.

મેઘાલયની રાજધાની શિલોન્ગથી થોડે દૂર આવેલ માવલિનનાંગ ગામ 2003 પહેલા ભારત સહિત પૂરા વિશ્વ માટે એક અપરિચિત ગામ હતું. વર્ષ 2014ની ગણતરી મુજબ આ ગામમાં 95 પરિવાર રહે છે. સાફ-સફાઇ જ નહીં પરંતુ આ ગામનો સાક્ષરતા દર પણ 100 ટકા છે.

શું છે ગામની ખાસિયત જાણો…
આ ગામની એક ખાસ વાત એ છે કે ભારતીય સમાજ મુજબ જ્યાં પિતાની સંપત્તિ પર પુરુષનો અધિકાર માનવામાં આવે છે તેવી જ રીતે આ ગામમાં પિતા પાસે સંપત્તિ રહેતી નથી પરંતુ મા પાસેથી તેની પુત્રીને સંપત્તિ સોંપવામાં આવે છે. અહીં બાળકોને માતાની અટક આપવામાં આવે છે.

નેશનલ હાઇવે 40 દ્વારા શિલોંગ દેશના બાકી વિસ્તારોથી જોડાયેલ છે. નેશનલ હાઇવે 40 શિલોંગને ગુવાહાટીથી જોડે છે. મુખ્ય શહરથી દૂર ઉમરોઇમાં એરપોર્ટ પણ છે. અહીં ફરવા માટેનો સૌથી સારો શમય ઠંડી અને વરસાદનો છે. એટલે કે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી અને માર્ચથી એપ્રિલ વચ્ચે કરી શકો છો.

You might also like