Video: સાયન્સ ‌સિટી રોડ પર પેપર મિલમાં આગ ભભૂકી ઊઠી

અમદાવાદ, શનિવાર
સોલા સાયન્સ ‌સિટી રોડ પરના રતનપુર ગામ નજીક આવેલી એક પેપર મિલમાં આજે વહેલી સવારે એકાએક આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતાં સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આઠ ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા. આગ કયાં કારણસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

ફાયર બિગેડનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોલા સાયન્સ ‌સિટી રોડ પરના રતનપુર ગામ નજીક સરસ્વતી નામની પેપર મિલ આવેલી છે. આ પેપર મિલમાં આજે વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઊઠી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરની આઠ ગાડી સાથે સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા. આ પેપર બનાવતી મિલ હોવાથી આગ વધુ પ્રસરી હતી. આગમાં કોઈ જાનહાનિ થઇ ન હોવાનું જાણવા મળ્યું છે. ફાયરની ટીમે આગને કાબૂમાં લેવાની તજવીજ શરૂ કરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં જગ્યા કરતાં ત્રણ ગણો માલ ભરેલો હતો. કાગળનો જથ્થો અને કેમિકલ હોવાના કારણે વધુ આગ પ્રસરી હતી. ગોડાઉનમાં હવા બહાર જઇ શકે તે માટે વે‌િન્ટલેશનની કોઇ સુવિધા ન હોઇ ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા દીવાલમાં બાકોરું પાડીને વે‌િન્ટલેશન સિસ્ટમ કરીને આગ કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. ફાયર સેફટી હતી કે કેમ તે અંગે ફાયર બ્રિગ્રેડે તપાસ શરૂ કરી છે.

You might also like