Marutiની નવી Ciaz ભારતમાં થઇ લોન્ચ, કરવામાં આવ્યા છે આ ફેરફાર…

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સૂઝુકીએ પોતાની સેડાન કાર Ciazનું લિફ્ટ મોડલ ભારતમાં લોન્ચ કરી દીધું છે. નવી સિયાઝમાં કોસ્મેટિક બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં ફ્રન્ટમાં તમને કંઇક નવું જોવા મળશે.

નવી Ciaz પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં મળશે. જેમાં Ciaz પેટ્રોલ હાઇબ્રિડ, Ciaz ડીઝલ હાઇબ્રિડ અને Ciaz પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ ઓટોમેટિક જેવું મોડલ સામેલ છે.

Ciaz પેટ્રોલ હાઇબ્રિડ
Sigma : 8.19 લાખ રૂપિયા
Delta : 8.80 લાખ રૂપિયા
Zeta : 9.57 લાખ રૂપિયા
Alpha : 9.97 લાખ રૂપિયા

Ciaz ડીઝલ હાઇબ્રિડ
Sigma : 9.19 લાખ રૂપિયા
Delta : 9.80 લાખ રૂપિયા
Zeta : 10.57 લાખ રૂપિયા
Alpha : 10.97 લાખ રૂપિયા

Ciaz પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ ઓટો મેટિક
Delta : 9.80 લાખ રૂપિયા
Zeta : 10.57 લાખ રૂપિયા
Alpha : 10.97 લાખ રૂપિયા

આ વખતે નવી Ciazની ફ્રંટ ગ્રિલ ની ડીઝાઇનને ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે નવું બંપર પણ જોવા મળશે. કારમાં ડેશબોર્ડ અને ડોર પેનલ્સ પર ફોક્સ વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નવી Ciaz કારના એર-કોન વેન્ટસ અને ડેશબોર્ડ ડિઝાઇનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે કારમાં સ્ટીયરિંગ વ્હીલ સાથે ક્રૂઝ કંટ્રોલ આપવામાં આવ્યું છે. નવી સિયાઝમાં 1.5 લીટર 4 સિલેન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. તેની સિવાય રેગ્યુલર 1.3 લીટર DDIS એન્જીન પણ લગાવામાં આવ્યું છે.

કારના બંને એન્જીનમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT ટ્રાન્સમિશન રાખવામાં આવ્યું છે. નવી Ciazની સીધી ટક્કર હુન્ડાઇની વરના અને હોન્ડા સીટી સાથે થશે.

You might also like