Categories: Gujarat

લગ્નની લાલચ આપી ગઠિયાઓ ચાર સગીરાને ઉઠાવી ગયા

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ગઠિયાઓ લગ્નની લાલચ આપી ચાર સગીરાને ઉઠાવી જતાં પોલીસે આ અંગે અપહરણના ગુના દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અસારવામાં મણિલાલ મુખીની ચાલી નજીક રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ ભેદી સંજોગોમાં ઉઠાવી ગયો હતો. બાપુનગરમાં પન્ના એસ્ટેટ નજીક આવેલી મણિલાલ મથુરદાસની ચાલીમાં રહેતી એક સગીરાનું ઉત્તર પ્રદેશનો સલમાન મિરઝા નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી નાસી છૂટ્યો હતો. વટવામાં સૈયદવાડી નજીક રહેતી એક સગીરાને ઉસ્માનમિયાં નામનો શખ્સ લલચાવી-ફોસલાવી ઉઠાવી ગયો હતો.

આ ઉપરાંત આ જ વિસ્તારમાં સવિતાનગર ખાતે રહેતી એક સગીરાને તેના ઘર નજીકથી સંદીપ મહંતો નામનો શખ્સ લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

admin

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

8 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

8 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

8 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

8 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

9 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

10 hours ago