Facebook Data Leak : ઝુકરબર્ગ અમેરિકા કાંગ્રેસ સામે સતત બીજા દિવસે હાજર

ફેસબુકના CE0 માર્ક ઝુકરબર્ગ બીજા દિવસે પણ અમેરિકાના કોંગ્રેસ સમક્ષ હાજર રહ્યાં. જ્યાં તેઓને કડક પ્રશ્નોનો સામનો કરવો પડયો. જેમાં ઝુકરબર્ગે જણાવ્યું કે, કયારેક ફેસબુકની ઘટનાઓની જાણકારી મીડિયા દ્વારા મળે છે. તો અમેરિકાના સાંસદોએ સવાલ ઉઠાવ્યો કે, ફેસબુક પાસે એડવાન્સ ડેટા પ્રોસેશસગ ટેકનોલોજી છે.

તેમ છતાં તમને સ્કેન્ડલ વિશે મીડિયા દ્વારા માહિતી મળે છે? એલેકઝેન્ડર કોગને ફેસબુકના યુઝર ડેટા એક એજન્સીને વેચી દીદા. તેમ છતાં તમને જરાપણ અણસાર ના આવ્યો? જો તમારી વાતો પર કઈ રીતે વિશ્વાસ કરવો.

આના જવાબમાં માર્ક ઝુકરબર્ગે કહ્યું કે, 2015માં પહેલીવાર ગાર્ડિયનના રિપોર્ટ દ્વારા કેમ્બ્રીજ એનાલિટિકા વિશે જાણવા મળ્યું. ઉલ્લેખનીય છે કે, 2015માં કોગને એપ દ્વારા યુ{ર ડેટા એકત્ર કરી કેમ્બ્રીજ એનાલિટિકાને આપી દીધો. પરંતુ ફેસબુકે ડિસેમ્બર 2015માં ગાર્ડિયનની રિપોર્ટ સામે આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like