PBL માટે આજે થનારી હરાજીમાં મારિન, સિંધુ અને સાઇના આકર્ષણનાં કેન્દ્ર

નવી દિલ્હીઃ શટલર્સનું બજાર ફરી એક વાર આજે સજશે. પીબીએલની છ ફ્રેંચાઇઝીઓ વચ્ચે દુનિયાના ટોચના બેડમિન્ટન ખેલાડીઓને પોતાની સાથે જોડવા માટે મોટી મોટી બોલી લગાવવાની હોડ જામશે. આ ખેલાડીઓમાં રિયો ઓલિમ્પિકની ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિન, સિલ્વર મેડલ વિજેતા ભારતની પી. વી. સિંધુ અને સાઇના નહેવાલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. આ ત્રણેય ઉપરાંત વધુ ૧૬ ઓલિમ્પિક મેડલ વિજેતાઓને પણ પ્રીમિયર બેડમિન્ટન લીગ (પીબીએલ)ની બીજી સિઝનમાં પોતાની ટીમમાં સામેલ કરવા માટે હરાજીમાં જોરદાર ટક્કર જોવા મળશે. આ હરાજીમાં ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા ડેન્માર્કના વિક્ટર એક્સેલસેન પણ શામેલ છે. પીબીએલ તા.૧થી ૧૪ જાન્યુઆરી દરમિયાન રમાશે. ઇન્ડિયન બેડમિન્ટન લીગ (આઇબીએલ)નું નામ બદલીને હવે પીબીએલ કરી દેવામાં આવ્યું છે.

You might also like