મેરેથોન દોડતી વખતે કાળજી ન રખાય તો કિડની ડેમેજ થઈ શકે

જેમની ફિટનેસ ખરેખર જબરદસ્ત હોય તે લોકો જ મેરેથોન દોડવાનું સાહસ કરી શકે છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મેરેથોન દોડતી વખતે જો યોગ્ય કાળજી રાખવામાં ન અાવે તો કિડની ડેમેજ થઈ શકે છે. એક સામટુ ઘણા બધા કિલોમીટર દોડવાથી પેદા થતા ફિજિકલ સ્ટ્રેસના કારણે કિડની પર તેની માઠી અસર પડે છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે ૮૨ ટકા રનર્સને મેરેથોન દોડી લીધા પછી તરત જ પહેલા સ્ટેજની એક્યુટ કિડની ઈન્જરી જોવા મળે છે. અા કન્ડિશનમાં અચાનક જ કિડનીની લોહીમાંથી કચરો ગાળવાની ક્ષમતા ઘટી જાય છે.
http://sambhaavnews.com/

You might also like