Categories: India

ગુમ વિમાન AN-32ની સિગ્નલ ના મળી, કાંઇક અજુગતુ બન્યાની આશંકાઃ પર્રિકર

નવી દિલ્હીઃ બંગાળની ખાડીથી ગુમ થયેલ ભારતીય વાયુસેનાનું વિમાન AN-32ની અત્યાર સુધી કોઇ જ સિગ્નલ પ્રાપ્ત થઇ નથી. હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તપાસના વિસ્તારને 300 નોટિક માઇલથી વધારીને 360 એનએલ કરી દેવામાં આવ્યું છે. ત્યાં રક્ષામંત્રી મનોહર પર્રિકરે જણાવ્યું છે કે મંગળવાર સુધી કોઇ જ સબુત પ્રાપ્ત થયા નથી.  જે કોઇ અજુગતી ઘટના તરફ ઇશારો કરી રહ્યું છે.

રક્ષામંત્રી મનોહર પર્રિકરે જણાવ્યું છે કે અનેક સંશોધક સાધનો લગાવવામાં આવ્યાં છે. અત્યાર સુધી મળેલા સબુત કાંઇક અઘટીત બન્યુ હોવા તરફ ઇશારો કરી રહ્યાં છે. અમે કેટલાક અવાજ અને કેટલીક કડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. અમે એ જાણવાની કોશિષ કરી રહ્યાં છીએ કે વિમાન આખરે ક્યાં ગયું. કેટલાક સબુત ગેરમાર્ગે દોરે તેવા છે. રાષ્ટ્રીય સમુદ્ર પ્રોદ્યોગિક સંસ્થાન દ્વારા હિમ શ્રેણીની અત્યાધુનિક સાગર નિધિને મોરેશિસથી બોલાવવામાં આવી છે.

ઇમરજન્સી લોકેશન બીકન એક એવુ ઉપકરણ છે જે વિમાન ક્રેશ થવા કે ઇમરજન્સી લેડિંગની સ્થિતિમાં તાત્કાલિક સિગ્નલ આપે છે. વાયુસેનાનું વિમાન AN-32માં જે બીકન લગાવવામાં આવ્યું હતું. તેની બેટરી ક્ષમતા 48 કલાકની છે.પરંતુ સર્ચ ઓપરેશન સાથે જોડાયેલ ટીમને ટ્રાન્સમીટરથી કોઇજ સિગ્નલ પ્રાપ્ત થઇ નથી. ગુમ વિમાનની તપાસમાં 17 જહાજ, 23 વિમાન અને એક પનડુબ્બી લગાવેલા હતા. પરંતુ તે તમામ નિષ્ફળ ગયા છે. ત્યારે હવે આ અભિયાનમાં વિમાનમાં લાગેલ ઇમરજન્સી લોકેટર ટ્રાસમીટ દ્વારા મળનારી સિગ્નલ પર આધાર છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

3 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

3 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

3 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

3 hours ago