મનોહર પર્રિકરે લીધા ગોવાના CM પદના શપથ

નવી દિલ્હી: તમામ વિવાદો વચ્ચે ભાજપના નેતા મનોહર પર્રિકરે આજે ફરીથી ગોવાના મુખ્યમંત્રી પદ માટે શપથ લીધા છે. રાજ્યપાલ મૃદુલા સિંહાએ એમને સીએમ પદ માટેના શપથ લેવડાવ્યા. પર્રિકર ચોથી વખત ગોવાના સીએમ બન્યા છે. મુખ્યમંત્રી સાથે ગોવા ફાવર્ડ પાર્ટીના ધારાસભ્ય સરદેસાઇ, મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના સુદિન ધવલીકર અને બાબૂ અજગાંવકરે પણ મંત્રી પદના શપથી લીધા. પર્રિકરે કોંકણી ભાષામાં શપથ લીધા. પર્રિકરના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા.

આ પહેલા પર્રિકરે કહ્યું હતું કે મેં રક્ષામંત્રીનું મારું રાજીનામું આપી દીધું છે અને એને પ્રધાનમંત્રી કાર્યાલયમાં મોકલી દીધું છે. હું કાલે કેબિનેટ મંત્રીઓ સાથે શપથ લેશે. નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસ મનોહર પર્રિકરના શપથ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી. પરંતુ સુપ્રીમ કોર્ટે રોક લગાવવા પર ના પાડી દીધી.

ગોવામાં મનોહર પર્રિકરને બે અને નિર્દેલીય ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. ચર્ચિલ અલેમ્મો અને પ્રસાદ ગાંવકરએ મનોહર પર્રિકરને સમર્થન આપવા માટેની જાહેરાત કરી છે. હવે પર્રિકરને કુલ 23 ધારાસભ્યોનું સમર્થન મળી ગયું છે.

http://sambhaavnews.com/

You might also like