Mann ki Baat: ઇમરજન્સીને યાદ કરી મોદીએ કર્યા કોંગ્રેસ પર પ્રહારો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનની વાત કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, ઇમરજન્સી દરમિયાન સમાચાર પત્રોને બેકાર કરી દેવામાં આવ્યા. 25 જૂન,1975ની રાત ભારતીય લોકતંત્ર માટે કાળી રાત હતી.

ઇમરજન્સી દરમિયાન અટલ જેલમાં હતા. તે રાતને કોઇ ભારતવાસી, કોઇ લોકતંત્ર પ્રેમી ભુલી નહીં શકે. એક પ્રકારે દેશને જેલખાનામાં બદલી દેવામાં આવ્યો હતો.

વિરોધી અવાજને દબાવી દેવામાં આવ્યો હતો. જયપ્રકાશ નારાયણ સહિત દેશના ગણમાન્ય નેતાઓને જેલમાં બંદ કરી દેવાયા હતા. ન્યાય વ્યવસ્થા પણ ઇમરજન્સીથી એ ભયાનક પરિસ્થિતિથી બચી ના શક્યું. પીએમ મોદીએ એ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇની કવિતા પણ વાંચી હતી, જે તેમણે તે સમયમાં લખી હતી.

વડાપ્રધાનના મનની વાત કાર્યક્રમમાં દરેક વખતની જેમ આ વખતે પણ સ્વચ્છતા અભિયાન પર ખુલીને વાત કરી હતી. પીએમ મોદીએ ખાસ કરીને બિજનોરના એક નાનકડાં ગામ મુબારકપુર અને આંધ્રપ્રદેશના વિજયનગરમ્ જિલ્લા વિશે વાત કરી જ્યાં સ્વચ્છતા અભિયાનને ભરપૂર સહયોગ મળ્યો અને આ ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત થયો.

પીએમ મોદીએ કહ્યું કે ભારતની વિવિધતા તેની વિશેષતા પણ છે અને શક્તિ પણ. રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને હવે ઇદનો તહેવાર છે. ઇદ ઉલ ફિત્રના અવસરે મારા તરફથી સૌને શુભકામનાઓ. રમજાન ખુશી વહેંચવાનો મહિનો છે. આ દિવસે બિજનોરના મુબારકપુર ગામમાં એક પ્રેરક ઘટના બની.

અંદાજે સાડા ત્રણ હજાર પરિવારોની સંખ્યા વાળા ગામમાં મુસ્લિમ પરિવાર જ સૌથી વધારે છે. આ રમજાનમાં ગામ વાળાઓએ દરેક ઘરમાં શૌચાલય બનાવ્યા છે.  આ માટે જે 17 લાખ રૂપિયાની સરકારી સહાયતા આપવામાં આવી હતી તે પણ એવું કહીને પરત કરી દિધા કે ‘પોતાનું સંડાસ પોતાની મહેનત અને પૈસાથી બનાવીશું.’ 17 લાખની ધનરાશી ગામના અન્ય વિકાસ કામોમાં ખર્ચ કરવામાં આવે.

મોદીએ જણાવ્યું કે સિક્કિમ, હિમાચલ અને કેરળ પહેલાથી જ ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ચુક્યા છે. આ  સપ્તાહમાં ઉત્તરાખંડ અને હરિયાણા પણ આનાથી મુક્ત થયા. વ્યક્તિ અને સમાજના જીવનમાં કંઇપણ સારૂ કરવું હોઇ તો બહુ સખત મહેનત કરવી પડે છે, સ્વચ્છતાનો પણ આવો જ વિષય છે. આજે સ્વચ્છતા માત્ર સરકારી કાર્યક્રમ નથી રહ્યો પરંતુ જનસામાન્યનો એક આંદોલન પણ બનતું જઇ રહ્યું છે.

You might also like