JNU હોસ્ટેલ રૂમમાંથી મળ્યો મણિપુરના વિદ્યાર્થીનો મૃતદેહ

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં પૂર્વોત્તરના એક વિદ્યાર્થીનો મૃતદેહ પ્રાપ્ત થયો છે. તેની ઓળખ જે.આર. ફિલેમોન રાજા તરીકે કરવામાં આવી છે. જે છેલ્લાં ત્રણ દિવસથી ગુમ હતો. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ વિદ્યાર્થી મણિપુરનો રહેવાસી હતો. તે હોસ્ટેલના રૂમનંબર 171માં રહેતો હતો. જ્યાંથી તેનો મોડી રાત્રે મૃતદેહ પ્રાપ્ત થયો છે. હોસ્ટેલ રૂમમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં દારૂના વધારે પડતા સેવનને કારણે તેનુ મૃત્યુ થયું હોવાની વાત સામે આવી છે.

રૂમમાંથી ખરાબ વાસ આવી રહી હતી. રૂમની આસપાસમાં રહેતા વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓએ આ અંગે માહિતી સિક્યોરિટીને આપી હતી. દરવાજો અંદરથી બંધ હતો. જેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓને ફિલેમોન અંદર મૃત હાલતમાં પ્રાપ્ત થયો હતો. પોલીસે મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધારે તપાસ હાથ ધરી છે.

You might also like