Categories: Gujarat

માણેકબાગ પાસે રિક્ષામાં બેઠેલી મહિલાનું મોઢું દબાવી લૂંટ ચલાવી

અમદાવાદ: શહેરમાં શટલ રિક્ષામાં બેસવું હવે સલામત નથી રહ્યું, કારણ કે મોડી રાતે કે ધોળા દિવસે શટલ ‌િરક્ષામાં પેસેન્જરોને બેસાડીને લૂંટી લેવાના અસંખ્ય કિસ્સાઓ બની રહ્યા છે. પેસેન્જરોની નજર ચૂકવીને તેમજ ચપ્પુ બતાવી તેમની પાસેથી રોક્ડ રકમ અને સોના-ચાંદીના દાગીના પડાવી લેવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં પેસેન્જરોને છરી બતાવીને લૂંટી લેવાના બે કિસ્સા બન્યા છે ત્યારે નજર ચૂકવીને દાગીનાની તફડંચી કરવાનો એક કિસ્સો બન્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ પાસે શટલ રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં લૂંટી લેતી ર૪ ગેંગનું લિસ્ટ છે તેમ છતાંય આવા કિસ્સાઓ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે.

વલસાડના મુંગરવાડી વિસ્તારમાં આવેલ કોટેશ્વરનગર સોસાયટીમાં રહેતા જૈમિનીબહેન કૌશિકભાઈ દેસાઈ (ઉ.વ.50) ગઈ કાલે રાતે અમદાવાદ ખાતે તેમનાં પિયરમાં આવ્યાં હતાં. માણેકબાગ ચાર રસ્તા પાસે બસમાં ઊતર્યાં ત્યારે એક રિક્ષાચાલક આવતાં તેઓ તે રિક્ષામાં બેઠાં હતાં. દરમ્યાનમાં રિક્ષા માણેકબાગ હોલ તરફ જતી હતી ત્યારે રિક્ષામાં અગાઉથી બેઠેલા બે શખ્સોએ જૈમિનીબહેનનું મોઢું દબાવી અને ઝપાઝપી કરી હાથમાં રહેલી ખોટી બંગડીઓ, સોનાનો દોરો, કાનની બુટ્ટી, રોકડા રૂપિયા ચાર હજાર, મોબાઈલ ફોન અને સામાનની લૂંટ કરી હતી. રિક્ષાચાલક અને તેના સાગરીતો જૈમિનીબહેનને ત્યાંજ ઉતારી ફરાર થઇ ગયા હતા. સેટેલાઇટ પોલીસે જૈમિનીબહેનની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નર્મદા જિલ્લામાં આવેલ રાજપીપળાના રાજવંશ પેલેસ ‌િરસોર્ટમાં રહેતા હરેન્દ્રપાલસિંહ ગજેન્દ્રસિંહ રાઠોડ તેમજ સુરત જિલ્લાના મહુવા ખાતે રહેતા સ્મિત જીતેન્દ્રભાઇ ભાવસારે રામોલ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે. હરેન્દ્રપાલ અને સ્મિત ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ આનંદધામ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે અને હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરે છે. તારીખ ર૯ ઓગસ્ટના રોજ બન્ને વિદ્યાર્થીઓ વડોદરાથી અમદાવાદ ગીતામં‌િદર એસ.ટી. બસમાં આવ્યા હતા.

તામંદિરથી રાતે પોણા દસેક વાગ્યા આસપાસ ઉસ્માનપુરા આવવા માટે તેઓ એક શટલ ‌રિક્ષામાં બેઠા હતા, જેમાં પહેલાંથી એક પેસેન્જર બેઠો હતો. રિક્ષાચાલક તેમને રામોલ ‌િરંગરોડ પાસે આવેલ ગતરાડ ગામ તરફ લઇ ગયો હતો. જ્યાં અવાવરું જગ્યાએ રિક્ષા ઊભી રાખી હતી, જેમાં પેસેન્જરે ચપ્પુ કાઢીને બન્ને યુવકો પાસેથી લૂંટ ચલાવી હતી. ‌િરક્ષાચાલક અને તેનાે સાગરીત બે લેપટોપ, બે મોબાઇલ તેમજ ૧૦ હજાર રૂપિયા રોકડની લૂંટ ચલાવીને બંને યુવકોને સૂમસામ રોડ પર ઉતારીને નાસી છુટ્યા હતા. સરસપુર વિસ્તારમાં આવેલ અંબિકા ભુવનમાં રહેતાં ૬પ વર્ષીય લીલાબહેન દરજીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક અને પેસેન્જર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે દોઢ મહિના પહેલાં તારીખ ૧૭-૭-૧૭ના રોજ લીલાબહેનને નરોડા ખાતે જવાનું હોવાથી તેઓ સરસપુર બસસ્ટેન્ડ પાસે ઊભાં હતાં તે સમયે એક શટલ રિક્ષા તેમની પાસે આવી હતી, જેમાં બે પેસેન્જર બેઠા હતા. લીલાબહેનની ત‌િબયત ખરાબ હોવાથી તે રિક્ષામાં સૂઇ ગયાં હતાં, જેમાં પેસેન્જરોએ તેમના હાથમાંથી દોઢ-દોઢ તોલાની બે બંગડીઓ કાઢી લીધી હતી અને તેમને અ‌િજત મિલ પોલીસચોકી પાસે ઉતારી દીધાં હતાં. લીલાબહેને તેમના હાથમાંથી બંગડી ગાયબ થયેલી જોતાં તેમની ત‌િબયત લથડી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. થોડાક દિવસ પહેલાં તેમની ત‌િબયત સારી થતાં તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક અને બે પેસેન્જર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

divyesh

Recent Posts

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

1 hour ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

2 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

2 hours ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

3 hours ago

આયુષ્યમાન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

4 hours ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

20 hours ago