Categories: Gujarat

ATMમાંથી ૧૦ હજાર ઉપાડ્યા, બેંકને જાણ કરી કે રૂપિયા નીકળ્યા જ નથી

અમદાવાદ, બુધવાર
બેન્કના અેટીએમમાંથી પૈસા ઉપાડ્યા બાદ એટીએમમાંથી પૈસા નહીં નીકળ્યા હોવાની ફરિયાદ બેન્કમાં કરીને બેન્કમાંથી પૈસા પરત મેળવી લઈ બેન્ક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. બેન્ક સાથે અા રીતે છેતરપિંડી કરી હોવાનો પ્રથમ કિસ્સો અમદાવાદમાં બહાર અાવ્યો છે. પોલીસે હાલ અા અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અા અંગેની વિગત અેવી છે કે નારોલ વિસ્તારમાં અાવેલા એક્સિસ બેન્કના એટીએમમાંથી ૨૬ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ અેસબીઅાઈનું એટીએમ કાર્ડ ધરાવતી વ્યક્તિઅે રૂ. ૧૦ હજાર ઉપાડ્યા હતા. પૈસા ઉપાડ્યા બાદ એસબીઅાઈ તરફથી એક્સિસ બેન્કની એટીએમની હેડ અોફિસ મુંબઈ ખાતે ૨૮ ડિસેમ્બરના રોજ ડિસ્પ્યૂટેડ નાણાં અંગેની ફરિયાદ મળી હતી.

એક્સિસ બેન્કની હેડ અોફિસ દ્વારા નહીં ઉપડેલા રૂ. ૧૦ હજાર અેસબીઅાઈને પરત અાપી દેવામાં અાવ્યા હતા. થોડા દિવસ બાદ મુંબઈની એક્સિસ બેન્કની હેડ અોફિસ દ્વારા અમદાવાદની મુખ્ય બ્રાન્ચ ખાતે ઇ-મેઇલ અાવ્યો હતો કે કોઈ અજાણી વ્યક્તિઅે એટીએમમાંથી રૂ. ૧૦ હજાર ઉપાડી લીધા હતા, પરંતુ બેન્કમાં પૈસા નહીં ઉપડ્યા હોવાની ફરિયાદ કરવામાં અાવી છે.

અમદાવાદની મુખ્ય બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં અાવતાં નારોલ વિસ્તારમાંથી ૨૬ ડિસેમ્બરના રોજ અેસબીઅાઈનું એટીએમ ધરાવતી વ્યક્તિઅે જે ૧૦ હજાર રૂપિયા ઉપાડ્યા હતા તેમાં ટ્રાન્ઝેક્શન અેટીએમમાં નથી બતાવ્યું. કોઈ અજાણી વ્યક્તિઅે તે અન્ય બેન્કના એટીએમ વડે અેક્સિસ બેન્કના એટીએમમાં કોઈ છેડછાડ કરી ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી ન થાય તે રીતે પૈસા ઉપાડ્યા હતા. અા અંગે એક્સિસ બેન્કના ગવર્નર બિઝનેસ વિભાગના મેનેજર રાઘવન અૈયરે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સાયબર ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોના જણાવ્યા મુજબ પૈસા નીકળ્યા બાદ એટીએમની સિસ્ટમમાંથી પાવર સપ્લાય બંધ થતો હોય છે, જેથી ક્યારેક એન્ટ્રી બતાવતી નથી. અા અંગે બેંકની ફરિયાદ મળતાં તપાસ કરવામાં અાવી રહી છે.

Navin Sharma

Recent Posts

સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વના ચુકાદાઓ પર નજર, આધારકાર્ડના ફરજિયાતને લઇને આવી શકે છે ચુકાદો

સુપ્રીમ કોર્ટમાં આજરોજ ઘણા મહત્વના ચુકાદાઓ આવે તેવી શક્યતા છે. જેમાં સૌથી મહત્વનો આધાર કાર્ડ ફરજિયાતને લઇને સુપ્રીમ કોર્ટ પોતાનો…

27 mins ago

રાજ્યમાં ગરમીમાં વધારા સાથે વરસાદની આગાહી, 34 ડિગ્રીએ પહોંચ્યો તાપમાનનો પારો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમીને લઇને ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત…

28 mins ago

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

10 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

11 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

12 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

13 hours ago