કેરળમાં માનવ સર્જિત બેદરકારીએ સેંકડો જિંદગીને રગદોળી નાંખી

કેરળમાં કુદરતે સદીની સૌથી મોટી તારાજી અને તબાહી સર્જી છે. આ જળપ્રલયને કારણે ૪૦૦થી વધુ જિંદગીનો ભોગ લીધો છે. સૌથી મોટી કરુણાંતિકા એ વાતની છે કે સાત લાખથી વધુુ લોકો બેઘર બની ગયા છે. પ્રાથમિક અંદાજ અનુસાર રૂ.ર૦,૦૦૦ કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે.

વરસાદને કારણે આટલું મોટું નુકસાન થવા સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. પર્યાવરણવિદો અને હવામાન શાસ્ત્રીઓ પણ આઘાત અને અચંબામાં છે. તેમને સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ સતાવી રહ્યો છે કે વરસાદી આફતને કારણે આટલું બધું નુકસાન થઇ શકે ખરું?

આખરે આવી કરુણાંતિકા કઇ રીતે સર્જાઇ? આ બધા પ્રશ્નોનો એક જવાબ એ છે કે કેરળમાં સામાન્ય કરતાં ત્રણ ગણો વરસાદ થયો એ વાત સાચી, પરંતુ આટલી મોટા પાયે ખાના-ખરાબી માટે એકલા વરસાદને જવાબદાર ગણાવી શકાય નહીં. કેટલાક નિષ્ણાતો કહે છે કે આ વિકરાળ આફત માટે વરસાદ કરતાં માનવ સર્જિત નિષ્કાળજી અને બેદરકારી વધુ જવાબદાર ગણાવી શકાય. એક વાત એવી છે કે કેરળમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં અક્ષમ્ય વિલંબ થયો હતો.

માહિતગાર સૂત્રોનું કહેવું છે કે ડેમના વ્યવસ્થાપનમાં મોટી ગરબડ ઊભી થઇ હતી. ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવાને બદલે લાંબી રાહ જોવામાં આવી હતી અને જ્યારે તમામ ડેમો જળબંબોળ થઇ ગયા ત્યારે એકી સાથે બધા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને તેમાંથી વછૂટેલા પાણીના ધોધ સેંકડો જિંદગીઓને રગદોળતી ગઇ. ડેમમાંથી એક સાથે અચાનક જંગી પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવતાં સ્થિતિ વધુ વણસી ગઇ.

જોકે કેરળ સરકાર આ આક્ષેપને સ્વીકારશે કે કેમ? એ એક મોટો સવાલ છે. આ બાબતમાં નિષ્પક્ષ તપાસ કરાવવી જોઇએ. કારણ ગમે તે હોય, પરંતુ તેના પરિણામો અત્યારે કેરળના લાખો લોકો વિના કારણ ભોગવી રહ્યા છે.

કેરળમાં આવેલા જળપ્રલયથી મચેલી તબાહી અટકવાનું નામ લેતી નથી. વરસાદે વિરામ લેતાં આખરે લોકોને થોડી રાહત જરૂરથી મળી હતી પરંતુ આ અગાઉ પડેલા ભારે વરસાદના કારણે આવેલા ભયંકર પૂરથી થયેલી તારાજીએ લાખો લોકોને બેઘર બનાવી દીધા હતા અને સરકારી આંકડાઓ અનુસાર ૪૦૦ કરતાં વધુનાં મોત થયાં છે.

કેરળમાં પૂરના કારણે ૭.૨૪ લાખ લોકોને ૫૬૪૫ રાહત શિબિરોમાં શરણ લેવાની ફરજ પડી રહી છે. પૂરપીડિતો માટે સરકારે અનેક પગલાંઓ લઈને તેમને રાહત પહોંચાડવાનું ભગીરથ કાર્ય આરંભી દીધું છે.

હવામાન વિભાગે જોકે આવનારા દિવસોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી હોવાથી તંત્ર સતત સાબદું કરવામાં આવ્યું છે. આ વિનાશક પૂરથી કેરળમાં જાનમાલનું જે નુકસાન થયું છે તેના કારણે કેરળ અને ત્યાં રહેતા લોકોના જીવનને ફરીથી સામાન્ય બનાવવામાં હજુ ઘણો સમય લાગશે તેમ લાગી રહ્યું છે.

કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને જણાવ્યું હતું કે, અમારી સૌથી મોટી ચિંતા લોકોના જીવ બચાવવાની હતી. અને આ દિશામાં ઘણું સારું કાર્ય કર્યું છે. કેરળમાં આખરે પૂરનો સૌથી વિનાશકારી તબક્કો પૂરો થયો હોવાંનાં એંધાણ મળી રહ્યાં છે.

ઘણાં શહેરો અને ગામોમાં જળસ્તર હવે સતત ઘટી રહ્યું છે અને ત્યાંના પૂરપીડિતોને રાહત સામગ્રી પહોંચાડાઈ રહી છે. કદાચ આ કેરળની અત્યાર સુધીની સૌથી મોટી કુદરતી હોનારત છે, જેનાથી ભારે તબાહી મચી છે.

સર્વાધિક પ્રભાવિત વિસ્તારોમાં લોકો છેલ્લા કેટલાક દિવસથી ભોજન અને પાણી વિના ફસાયેલા છે. આ વિસ્તારોમાં ચેંગન્નુર, પાંડલમ્, તિરુવલ્લા અને પથાનામથિટ્ટા જિલ્લાનાં અનેક ગામોનો સમાવેશ થાય છે.

જોકે કેરળની આ કરુણાંતિકા માટે કોણ જવાબદાર છે તેના બિનજરૂરી વાદવિવાદમાં ઉતર્યા વગર તંત્રએ ખડેપગે રહીને હજુ વધુ લોકોને પૂરના કહેરમાં હોમાતા બચાવવાની તાતી જરૂર છે. હવે સૌથી ખોફનાક ખતરો કેરળ પર મહામારીનો તોળાઇ રહ્યો છે.

હવે જરૂર પડે કેન્દ્રીય ટીમોએ પણ ત્યાં ડેરા તંબુ તાણીને બેસી જવાની જરૂર છે અને મહામારી અને ચેપી રોગચાળો ફેલાય નહીં તે માટે પ્રતિરોધક પગલાં લેવાની જરૂર છે. ત્યાર બાદ સૌથી મોટી જવાબદારી ખાસ કરીને બેઘર બનેલા લાખો લોકોના પુનઃવસનની છે.

એટલું જ નહીં પૂરની થપાટમાં ઠપ થઇ ગયેલા ધંધા-ઉદ્યોગોને પણ ઝડપથી બેઠા કરવાની જરૂર છે. કેરળ રાજય એકલું આટલી તોતિંગ જવાબદારી સંભાળી શકશે નહીં અને તેથી તેને રાષ્ટ્રીય આપત્તિ ગણીને સંગઠિતપણે કામ કરવાની અનિવાર્યતા છે.

divyesh

Recent Posts

શેરબજાર પર RBI અને સેબીની ચાંપતી નજર

મુંબઇ: ઘરેલુ શેરબજારમાં શુક્રવારે ભારે ઊથલપાથલને લઇને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને માર્કેટ રેગ્યુલેટર સેબીએ જણાવ્યું છે કે નાણાકીય બજાર…

20 mins ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો યથાવત્, મુંબઈમાં પેટ્રોલે રૂ. 90ની સપાટી વટાવી

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાનો સિલસિલો જારી છે. આજે પેટ્રોલમાં ૧૧ પૈસાનો અને ડીઝલમાં પાંચથી છ પૈસાનો વધારો…

23 mins ago

સેલવાસમાં ક્લાસ વન અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં કલાસ વન અધિકારી જિજ્ઞેશ કા‌છિયાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી…

27 mins ago

પાટણના ધારુસણ ગામનો બનાવ: યુવકની હત્યા કરી લાશ જમીનમાં દાટી દેવાઈ

અમદાવાદ: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે ગુમ થયેલા ર૦ વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતાં…

31 mins ago

ભારતની મોટી સફળતા: ઓડિશામાં ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ

બાલાસોર:  ભારતે રવિવારે મોડી રાતે ઓડિશાના કિનારે ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર દ્વિસ્તરીય બે‌િલસ્ટિક…

35 mins ago

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ: ભારતીય સેનાના હેલિકોપ્ટરથી કુલુમાં ફસાયેલા 19ને બચાવાયા

શિમલા: હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના દોબીમાં ભારે વરસાદ અને પૂરના કારણે ફસાયેલા ૧૯ લોકોને ભીરતીય વાયુસેનાના એક હેલિકોપ્ટરથી બચાવી લેવાયા…

45 mins ago